સન્ની બાદ હવે વધુ એક પોર્ન સ્ટાર પ્રિયાની બૉલીવુડમાં એન્ટ્રી
મુંબઈ, 4 મે : પોર્ન સ્ટાર પ્રિયા અંજલિ રાય પુનઃ એક વાર ચર્ચામાં છે. તેમણે પોર્ન સ્ટાર સન્ની લિયોનના પગલે ચાલતાં એક હિન્દી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મના દિગ્દર્શક છે અશોકન પીકે. તેમનું કહેવું છે કે ફિલ્મના પાત્ર મુજબ પ્રિયા રાય ફિટ બેસે છે. તેથી તેમણે પ્રિયાને સાઇન કર્યાં છે.

અશોકને જણાવ્યું કે તેમની ફિલ્મમાં પ્રિયા એક્સપોઝ સીન્સ ઓછાં, પણ ઇન્ટીમેટ સીન્સ વધુ આપશે. ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી. પ્રિયા રાય બિગ બૉસ 6 રિયલિટી શો દરમિયાન ચર્ચામા આવ્યા હતાં. સન્ની લિયોનની જેમ તેઓ પણ ભારતીય મૂળના છે. પોર્ન ઇન્ડસ્ટ્રીમાં સન્ની જેટલું તો નહીં, પણ ઠીકઠાક જાણીતું નામ છે પ્રિયા રાયનું. સન્ની લિયોન હાલ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગના પગલે ખૂબ જ ચર્ચામાં છે.
પાટનગર દિલ્હીમાં 25મી ડિસેમ્બર, 1977ના રોજ જન્મેલ પ્રિયાનું સાચુ નામ પ્રિયા અંજલિ રાય છે. તેમના સાચા માતા-પિતાએ તેમને જન્મ્યાના બે વરસ બાદ છોડી દીધા હતાં. પછી એક અમેરિકન યુગલે તેમને દત્તક લીધા હતાં. અમેરિકા રહેતાં પ્રિયા રાય આર્થિક મુશ્કેલીઓના પગલે પોર્ન ફિલ્મ તરફ વળ્યાં અને હવે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
