સની લિયોન અને તેના ફેનની એક તસવીર થઇ રહી છે Viral!

Written By:
Subscribe to Oneindia News

હાલમાં સની લિયોનનો તેના ફેન સાથેનો એક ફોટો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સનીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની અને ફેનની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં તેના ખોળામાં એક ફેન જોવા મળે છે અને આથી જ આ તસવીર વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ દ્વારા સનીએ પોતાની ફની સાઇડ લોકોને બતાવી છે.

ફેન સાથે સની લિયોન

ફેન સાથે સની લિયોન

સનીની આ તસવીરમાં તે એક ખુરશી પર બેઠેલી જોવા મળે છે અને સાથે તેના ખોળામાં એક ફેન(પંખો) જોવા મળે છે. ફોટોના કેપ્શનમાં સની લિયોને લખ્યું છે, Me and My Fan. સનીની આ તસવીર જિમ કોર્બેટ નેશનલ પાર્કની છે.

ફની છે સની લિયોન

ફની છે સની લિયોન

આ પોસ્ટ થકી સની લિયોને તેની પર અભદ્ર ટિપ્પણી કરતા અને તેને ટ્રોલ કરતા લોકોને હળવા અંદાજમાં જવાબ આપ્યો છે. સની લિયોનને બોલિવૂડમાં હંમેશા બે પ્રકારના લોકોનો સામનો કરવાનો આવ્યો છે, એક જેઓ ખુલ્લા મને તેનું સ્વાગત કરે છે અને બીજા એ લોકો, જે તેના પાસ્ટ અને બેકગ્રાઉન્ડને લઇ સતત તેની પર ટિપ્પણી કરે છે.

એડને લઇ વિવાદ

એડને લઇ વિવાદ

સની છેલ્લે શાહરૂખની ફિલ્મ રઇસના આઇટમ સોંગમાં દેખાઇ હતી. ત્યાર બાદ ફિલ્મો કરતાં વધુ એડ્સમાં વધુ જોવા મળી છે. સની લિયોનની એક કોન્ડોમ એડને લઇને થોડા દિવસો પહેલાં જ મોટો વિવાદ થયો હતો. એક મહિલા સંગઠને તેની આ એડ પર બેન લગાવવાની તથા સની લિયોનના હોર્ડિંગ ખસેડવાની માંગણી કરી હતી.

પ્રિયંકાને કર્યો સપોર્ટ

પ્રિયંકાને કર્યો સપોર્ટ

થોડા દવિસો પહેલાં બર્લિનમાં પ્રિયંકા ચોપરાએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત દરમિયાન પ્રિયંકાએ પહેરેલ ડ્રેસ સામે લોકોએ વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી હતી. આ મામલે સની લિયોને પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો.

નરેન્દ્ર મોદી છે સ્માર્ટ

નરેન્દ્ર મોદી છે સ્માર્ટ

અમિતાભ બચ્ચન સહિત મોટા ભાગના મેગાસ્ટાર્સે આ અંગે ચુપ્પી સાધવામાં સમજદારી સમજી હતી, પરંતુ સની લિયોને આ અંગે ખુલીને પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું હતું, મારું માનવું છે કે આપણે પીએમ તરીકે ખૂબ સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને આઉટ સ્પોકન વ્યક્તિને ચૂંટ્યા છે. જો તેમને પ્રિયંકાના ડ્રેસ સામે વાંધો હોત, તો તેમણે કહી દીધું હોત.

પ્રિયંકાને ટ્રોલ કરવી અયોગ્ય

પ્રિયંકાને ટ્રોલ કરવી અયોગ્ય

'પ્રિંયકાને તેના ડ્રેસ બદલ ટ્રોલ કરવી યોગ્ય નથી. લોકોનું મૂલ્યાંકન તેમના કપડા પરથી નહીં, કામ પરથી કરવું જોઇએ. હું કોઇ વ્યક્તિથી નહીં, પરંતુ તેના કામથી ઇન્સપાયર થાઉં છું. જેઓ દુનિયાથી કંઇક અલગ કરે છે, જેમ કે સલમાન ખાન. તેમણે પોતાની અલગ ક્લોથિંગ લાઇન શરૂ કરી છે, તેઓ ખૂબ ચેરિટિ કરે છે. તે ખરેખર પ્રેરણાદાયક છે.'

એક્ટર્સને સનીથી બચવાની સલાહ

એક્ટર્સને સનીથી બચવાની સલાહ

થોડા સમય પહેલાં એવી વાત આવી હતી કે, બોલિવૂડના એ-લિસ્ટેડ એક્ટર્સને તેમની પત્નીઓ સની સાથે કામ કરવાની ના પાડે છે અને આ કારણે જ સનીને સારી ફિલ્મો મળતી નથી. આ વાત અંગે સનીએ કહ્યું હતું કે, મને કોઇના બોયફ્રેન્ડ કે પતિમાં રસ નથી. હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. મારે માત્ર મારું કામ સારી રીતે કરવું છે.

મને કોઇના બોયફ્રેન્ડ કે પતિમાં રસ નથી

મને કોઇના બોયફ્રેન્ડ કે પતિમાં રસ નથી

'મેં જેટલા પણ એક્ટર્સ સાથે કામ કર્યું છે, એમાંના મોટા ભાગના મેરિડ છે. જ્યારે હું તેમની પત્નીને મળું છું ત્યારે સારી રીતે હળીભળી જાઉં છું. મને એક્ટર્સ કરતાં તેમની પત્ની સાથે વધારે બને છે. જો કે, હું માનું છું કે, કદાચ તેમનામાં થોડી અસુરક્ષાની ભાવના હશે. ત્યારે મને એમને કહેવાની ઇચ્છા થાય છે કે, મને તમારા પતિ કે બોયફ્રેન્ડમાં કોઇ રસ નથી.'

English summary
Sunny Leone allows a fan to sit on her lap just to beat the scorching summer heat.
Please Wait while comments are loading...