Box Office Report: જિસ્મ2થી લઇને એક પહેલી લીલા સુધી હિટ છે સની

સની લિયોની એક પોર્ન સ્ટાર રહી ચૂકી છે, અને હિન્દી ફિલ્મોમાં તેના આગમન પર ઘણા લોકોને વાંધો ઊઠાવ્યો હતો, પરંતુ અત્રે તો સફળતા બોક્સ ઓફિસ રિપોર્ટને જોઇને આંકવામાં આવે છે. અને જો બોક્સ ઓફિસ રિપોર્ટની વાત કરવામાં આવે તો સની લિયોની અત્યાર સુધી ટોપ પર રહી છે.

મહેશ ભટ્ટે સની લિયોનીને પોતાના પ્રોડક્શનની ફિલ્મ જિસ્મ 2માં કાસ્ટ કરી જે બોક્સ ઓફિસ પર હિટ રહી. ત્યારબાદ એકતા કપૂરની ફિલ્મ રાગિની એમએમએસ 2માં સની લિયોનીએ ધમાલ કરી દીધી, અને ફિલ્મ સુપર હિટ રહી.

પરંતુ આની વચ્ચે 2013માં સની લિયોનીએ ફિલ્મ જેકપોટ કરી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ ગઇ. આવો જોઇએ સની લિયોનીનો અત્યાર સુધીનો બોક્સ ઓફિસ રેકોર્ડ....

જિસ્મ 2

જિસ્મ 2

જિસ્મ 2 એ પહેલા વિકેન્ડમાં 27.50 કરોડ રૂપિયાની કમાણી કરી જેમાં એક કરોડ પેઇડ રિવ્યૂઝના જોડાયેલા હતા. ઓપનિંગ ડે પર 7.50 કરોડ, ઓપનિંગ વિકેન્ડ પર 20 કરોડ અને ઓપનિંગ વિકમાં કુલ 27.50 કરોડ કમાણી કરી. કુલ મળીને જિસ્મ 2નું કલેક્શન 33.50 કરોડ રહ્યું ફિલ્મ બોક્સ ઓફિસ પ્રમાણે સફળ રહી.

જેકપોટ

જેકપોટ

2013માં રિલીઝ થયેલી સની લિયોનીની બીજી ફિલ્મ જેકપોટે કુલ 4 કરોડની કમાણી કરી. ઓપનિંગ ડે પર 1.10 કરોડ ઓપનિંગ વિકેન્ડ પર 3 કરોડ. કુળ મળીને ફિલ્મ ફ્લોપ રહી.

રાગિની એમએમએસ 2

રાગિની એમએમએસ 2

વર્ષ 2014માં રિલીઝ થયેલી રાગીની એમએમએસ 2એ કુલ 47 કરોડની કમાણી કરી. ઓપનિંગ ડે પર 8.45, ઓપનિંગ વિકેન્ડ પર 24 કરોડ અને ઓપનિંગ વિકમાં લગભગ 38.50 કરોડની કમાણી કરી.

એક પહેલી લીલા

એક પહેલી લીલા

હાલમાં જ રિલીઝ થયેલી સની લિયોનની એક પહેલી લીલાએ પોતાના ઓપનિંગ ડે પર લગભગ 7 કરોડનું કલેક્શન કર્યું. આશા છે કે પહેલા અઠવાડીયામાં એક પહેલી લીલા 25-30 કરોડની કમાણી કરી લેશે.

કુછ કુછ લોચા હે

કુછ કુછ લોચા હે

સની લિયોની અને રામ કપૂરની ફિલ્મ કુછ કુછ લોચા હે પણ આ વર્ષે જ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મના ટ્રેલર અને ગીતોને ખૂબ જ સારો રિસ્પોંસ મળી રહ્યો છે. આશા છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારુ એવું કલેક્શન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X