સન્ની લિયોને કમાલ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મુંબઈ, 6 ફેબ્રુઆરી : પોતાના રેપ સ્ટેટમેંટ અંગે વિવાદમાં ફસાયેલા સન્ની લિયોને હવે કાનૂનનો સહારો લીધો છે. માહિતી મળે છે કે તેઓ અભિનેતા કમાલ ખાન વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. સન્ની લિયોને કમાલ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે કમાલે તેમનું નામ ખરાબ કરવાની કોશિશ કરી છે. કમાલ ખાને તેમને બદનામ કરવા તેમના નામે ટ્વિટ કર્યું છે.

સન્ની લિયોને જણાવ્યું છે કે કમાલ ખાનને આ કૃત્ય બદલ સજા જરૂર કરવી જોઇએ, કારણ કે તેઓ સન્નીનું નામ ખરાબ કરવાની કોશિશમાં છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ ખબર આવી હતી કે સન્ની લિયોને ટ્વિટર પર લખ્યું છે કે રેપ અપરાધ નથી, પણ એક સરપ્રાઇઝ સેક્સ છે. તે અંગે હોબાળો મચવું સ્વાભાવિક હતું. જોકે સન્ની લિયોને આ ટ્વિટનું ખંડન કર્યુ હતું અને જણાવ્યું હતું કે તેમણે આવું કોઈ ટ્વિટ કર્યું નથી. આ બધુ કમાલ ખાનનું કરેલું છે કે જેમણે મારી ટ્વિટર વૉલ પર મારા વતી લખી નાખ્યુ હતું.












Click it and Unblock the Notifications
