ફોર્બ્સ યાદી : સન્ની લિયોન ભારતની હસ્તીઓમાં 71મા ક્રમે
મુંબઈ, 28 જાન્યુઆરી : ફિલ્મ રાગિણી એમએમએસ 2 માટે એકતા કપૂરની પ્રથમ પસંદગી બની ચુકેલ સન્ની લિયોન પોતાની ફિલ્મ આવતા અગાઉ જ ફોર્બ્સની યાદીમાં આવી ગયાં છે. પોતાને ફોર્સ્બની યાદીમાં બીજી વાર જોઈ સન્ની ખૂબ ખુશ પણ છે. તેમણે મૅગેઝીન પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો છે.

વિસ્તૃત રીતે વાત કરીએ તો જે યાદીની ચર્ચા છેલ્લા ત્રણ દિવસોથી થઈ રહી છે, તે ફોર્બ્સે પ્રસિદ્ધ કરી નાંખી છે. મૅગેઝીને ભારતની ટૉપ 100 હસ્તીઓની યાદી પોતાની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરી છે કે જેમાં સન્ની લિયોન 71મા નંબરે છે. આ યાદીમાં સૌથી ઊપર શાહરુખ ખાનનું નામ છે. સન્નીએ યાદીમાં પોતાનું નામ જોયા બાદ ટ્વિટર વડે ફોર્બ્સ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.
આ અગાઉ ફોર્બ્સે 2005માં વિવિડ એન્ટરટેનમેન્ટની એક સ્ટોરીમાં સન્ની લિયોનનો ઉલ્લેખ કર્યો હતો. અન્ય આંતરરાષ્ટ્રીય મૅગેઝીનોની વાત કરીઓ, તો આ અગાઉ એફએચએમ, ફ્રન્ટ, ઝેનમાં સન્ની કવર પેજે ચમકી ચુક્યાં છે. સન્નીની આ પ્રસિદ્ધિને કોઈને ફાયદો થાય કે ન થાય, પરંતુ એકતા કપૂરને જરૂર થશે, કારણ કે તેનાથી સન્ની લિયોનના ફૅન્સની સંખ્યા વધશે અને જેટલા ફૅન્સ વધશે, તેટલો જ ફાયદો રાગિણી એમએમએસ 2 ફિલ્મને થશે. આ ફિલ્મ રાગિણી એમએમએમની સિક્વલ છે. ભારતમાં ફિલ્મનો અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયુ છે અને તેની પાછળનું મુખ્ય કારણ ફિલ્મમાં સન્નીની હાજરી છે.












Click it and Unblock the Notifications
