Oh Shit : સુપરહિટ ફિલ્મો કે જે કાજોલે Reject કરી હતી...
મુંબઈ, 12 જુલાઈ : શ્યામ અને સુંદર કાજોલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બૅક ટુ બૅક સુપરહિટ ફિલ્મો આપી છે. કાજોલે ભલે બેખુદી જેવી એવરેજ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હોય, પણ શાહરુખ ખાન સાથે બાઝીગર, કરણ અર્જુન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ કાજોલ માટે બૉલીવુડમાં કંઇ જ મેળવવાનું બાકી નહોતુ રહ્યું.
કાજોલે પોતાના બૉલીવુડ કૅરિયરમાં ગુપ્ત, ઇશ્ક, કભી ખુશી કભી ગમ, દુશ્મન, ફના અને છેલ્લે માય નેમ ઇઝ ખાન ફિલ્મોમાં પણ પોતાની સફળતાનો જાદૂ જાળવી રાખ્યો. બ્લૉકબસ્ટર ફિલ્મો બાદ કાજોલે ક્યારેય પાછુ વળીને જોયુ નથી. જોકે સફળતાના તે દોરમાં કાજોલે પણ કેટલીક ફિલ્મો રિજેક્ટ કરી હતી. કામની વ્યસ્તતા હોય કે બીજા કોઈ પણ કારણ હોય, પરંતુ કાજોલને આજે પણ અફસોસ છે તે ફિલ્મોને રિજેક્ટ કરવાનો, કારણ કે તે તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ. જો કાજોલે તે ફિલ્મો સ્વીકારી લીધી હોત, તો તેમની સફળ ફિલ્મોની યાદી થોડીક વધુ લાંબી થઈ ગઈ હોત.
ચાલો તસવીરો સાથે બતાવીએ કાજોલ દ્વારા ઠુકરાવાયેલી ફિલ્મો કે જે સુપરહિટ રહી :

ખામોશી
ખામોશી ફિલ્મ પહેલા કાજોલને ઑફર કરાઈ હતી, પરંતુ તેમણે રિજેક્ટ કરી અને મનીષા કોઈરાલાએ તેમનું સ્થાન લીધું. ખામોશી બિગેસ્ટ મ્યુઝિકલ હિટ સાબિત થઈ.

વીર ઝારા
વીર ઝારા શાહરુખ-કાજોલની વધુ એક બ્લૉકબસ્ટર સાબિત થઈ હોત, જો કાજોલે આ ફિલ્મ ન ઠુકરાવી હોત. કાજોલના ઇનકાર બાદ પ્રીતિ ઝિંટાને લેવામાં આવી અને ફિલ્મ સુપરહિટ રહી.

કભી અલવિદા ના કહના
કરણ જૌહરે કાજોલ સાથેની મૈત્રી બજાવતાં કભી અલવિદા ના કહના માટે પહેલા કાજોલને જ કાસ્ટ કરી હતી, પણ તેમણે ઇનકાર કર્યો અને રાણી મુખર્જીની ઝોળીમાં આ ફિલ્મ આવી પડી કે જે સફળ રહી.

ચલતે ચલતે
ચલતે ચલતે ફિલ્મની સૌપ્રથમ ઑફર ઐશ્વર્યા રાયને કરવામાં આવી હતી. તેમના ઇનકાર બાદ કાજોલને ઑફર કરાઈ, પણ તેમણેય ઇનકાર કરી દેતાં વધુ એક હિટ ફિલ્મ રાણી મુખર્જીના ખાતે જતી રહી.

દિલ તો પાગલ હૈ
કાજોલે દિલ તો પાગલ હૈ ફિલ્મ ડાન્સ ન કરી શકવાના કારણે ઠુકરાવી હતી. કાજોલના સ્થાને કાસ્ટ કરાયેલ કરિશ્મા કપૂરે આ ફિલ્મ બદલ ફિલ્મફૅર ઍવૉર્ડ મેળવ્યો હતો.

શક્તિ
કરિશ્મા કપૂરના ફિલ્મી કૅરિયરમાં શક્તિ ફિલ્મે મોટો ફાળો આપ્યો. જોકે આ ફિલ્મ કાજોલને જ ઑફર કરાઈ હતી અને તેમણે ઇનકાર કરી દીધો હતો.

મોહબ્બતેં
શાહરુખ-કાજોલની જોડી તે વખતે કોઈ ફિલ્મની યૂએસપી ગણાતી હતી, પરંતુ કાજોલે ઇનકાર કરતાં મોહબ્બતેં ફિલ્મમાં ઐશ્વર્યા રાયને લેવામાં આવ્યાં.

થ્રી ઇડિયટ
આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટની સફળતા કરીના કપૂર માટે સીમાચિહ્ન સાબિત થઈ, પરંતુ આ ફિલ્મ પણ કાજોલને જ પહેલા ઑફર કરાઈ હતી.













Click it and Unblock the Notifications
