આયુષ શર્માની ફિલ્મમાં ધમાકો કરશે સલમાન ખાન- ફિલ્મના નામ સાથે કેરેક્ટરનો ખુલાસો
સુપરસ્ટાર સલમાન ખાન અને તેના જીજાજી એટલે કે આયુષ શર્માની ફિલ્મ મુલ્શી પૈટર્નને લઈ ઘણા ચર્ચા ચાલી રહી ચે. પરંતુ આ ફિલ્મનું અસલી નામ શું હશે અને સલમાન ખાન ખરેખર આ ફિલ્મમાં હશે કે નહિ? ફેન્સ હજી પણ કેટલાય સવાલોના જવાબ શોધી રહ્યા હતા. પરંતુ હવે જે સમાચાર આવ્યા છે તે ઘણા શાનદાર છે. કેમ કે ફિલ્મના નામની સાથે જ સલમાન ખાનના રોલને લઈને પણ ખુલાસો થઈ ચૂક્યો છે.
પિંકવિલાની એક રિપોર્ટ મુજબ ફિલ્મમાં સલમાન ખાન જરૂર જોવા મળશે અને તે એક સિખ કૉપના કેરેક્ટરમાં જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મનું નામ ધાક હશે. અહેવાલ મુજબ ફિલ્મમાં આયુષ શર્મા એક ચોરનો રોલ નિભાવશે અને સલમાન તેની પાછળ પડશે.

મુશ્લી પૈટર્ન રીમેક
આ ફિલ્મે લઈ સામે આવ્યું હતું કે ફિલ્મ અભિરાજ મીનાવાલા નિર્દેશિત કરશે. આ ફિલ્મ એક રીમેક હશે, જી હાં અમે વાત કરી રહ્યા છીએ મરાઠી ફિલ્મ મુશ્લી પૈટર્નની.

મરાઠી ફિલ્મ
જણાવી દઈએ કે આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને ઘણી પસંદ કરવામાં આવી હતી. મરાઠી ભાષામાં આ ફિલ્મ બહુ પસંદ કરવામાં આવી હતી.

એક્સાઈટેડ છે આયુષ શર્મા
સલમાન ખાન સાથે કામ કરવાને લઈ આયુષ શર્મા ઘણો એક્સાઈટેડ છે અને આ લૉકડાઉન ખુલવાનો ઈંતેજાર કરી રહ્યો છે.

રાધે
ભાઈજાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ રાધેને લઈ ઘણો ચર્ચામાં છે. ફિલ્મમાં તેની સાથે જૈકી શ્રોફ અને રણદીપ હુડ્ડા જોવા મળશે.

ઈદ રિલીઝ
આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ થવાનું હતું કે દેશમા કોરોના વાયરસને પગલે લૉકડાઉન લાગી ગયું. હવે આ ફિલ્મ ઈદ પર રિલીઝ થાય છે કે નહિ તે સમય જ જણાવશે.

પહેલી ફિલ્મ ફ્લૉપ
આયુષ શર્માની વાત કરીએ તો તેમની પહેલી ફિલ્મ લવયાત્રી ખરાબ રીતે ફ્લૉપ થઈ ગઈ હતી પરંતુ ફિલ્મના મ્યૂજિકે કમાલ કરી દીધો હતો.