Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મોત પહેલા એકબીજાના ટચમાં હતા સુશાંત-દિશા, સામે આવી વૉટ્સએપ ચેટ

સુશાંત અને દિશાના કેસમાં કોઈ કનેક્શન નથી પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ અને ઘણી બૉલિવુડ હસ્તીઓનુ કહેવુ છે કે બંનેના કેસમાં જરૂર કોઈ સમાનતા છે

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવી વાતો સામે આવી રહી છે. સુશાંતના મોતના 6 દિવસ પહેલા તેમની એક્સ મેનેજર દિશા સાલિયાને પણ આત્મહત્યા કરી હતી. જો કે મુંબઈ પોલિસ અને દિશાના ઘરવાળા બંને કહી ચૂક્યા છે કે સુશાંત અને દિશાના કેસમાં કોઈ કનેક્શન નથી પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ અને ઘણી બૉલિવુડ હસ્તીઓનુ કહેવુ છે કે બંનેના કેસમાં જરૂર કોઈ સમાનતા છે માટે બંને કેસની સીબીઆઈ તપાસ થવી જોઈએ જેનાથી સત્ય સામે આવી શકે.

દિશા અને સુશાંત વચ્ચે થઈ હતી વૉટ્સએપ ચેટ

દિશા અને સુશાંત વચ્ચે થઈ હતી વૉટ્સએપ ચેટ

આ ચર્ચા વચ્ચે એક ચોંકાવનારી વાત સામે આવી છે જે મુજબ સુશાંત સિંહ અને દિશા સાલિયાન બંને એપ્રિલના મહિનાથી ટચમાં હતા. બંને વચ્ચે કામ વિશે ઘણી વાર વાત થઈ હતી. બંને વચ્ચેની વૉટ્સએપ ચેટ સામે આવી છે જેનાથી એ માલુમ પડે છે કે દિશા અભિનેતાનુ પીઆર મેનેજ કરી રહી હતી. આ ચેટ મુજબ દિશા સુશાંત સાથે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર વાત કરી રહી હતી. આ ઉપરાંત સુશાંતની ચેટમાં એ પણ સ્પષ્ટ છે કે તેમની પાસે ઘણી ટીવી એડની ઑફર આવી રહી હતી.

દિશાએ સુશાંત સાથે કરી હીત 60 લાખવાળી ડીલની વાત

ચેટ પરથી સ્પષ્ટ છે કે સુશાંતે દિશાને અમુક પ્રોજેક્ટ પર વાત કરવા અને અમુક છોડી દેવા માટે કહ્યુ હતુ. બંને વચ્ચે આ વૉટ્સએપ ચેટ 2, 7, 9 અને 11 એપ્રિલની છે. દિશાએ પોતાની ચેટમાં કોઈ તેલવાળી એડ માટે 60 લાખની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ચેટમાં સુશાંત પોતાના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ચેટથી સ્પષ્ટ છે કે દિશા, સુશાંત સાથે સંપર્કમાં હતી જ્યારે એક ટીવી ઈન્ટરવ્યુમાં દિશાના માતાપિતાએ કહ્યુ છે કે તેમની દીકરી ક્યારેય સુશાંતને નથી મળી અને તે સુશાંત માટે કામ કરી રહી હતી એ વાત પણ તેમને દિશાના મોત બાદ માલુમ પડી.

28 વર્ષીય સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલ

28 વર્ષીય સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર પણ સવાલ

એટલુ જ નહિ દિશાના કેસ માટે મુંબઈ પોલિસ પણ સવાલોના ઘેરામાં છે. મુંબઈ પોલિસ પર દિશા સાલિયાના કેસમાં ઢીલુ છોડવાનો આરોપ છે. એટલુ જ નહિ 28 વર્ષીય સાલિયાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિશે પણ સવાલ ઉઠી રહ્યા છે. રિપોર્ટસ મુજબ દિશાના મોતના બે દિવસ બાદ તેના શબનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. આ દરમિયાન પોસ્ટમોર્ટમનો ના તો કોઈ ફોટો છે અને ના વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવી. ફોરેન્સિક એક્સપર્ટનુ કહેવુ છે કે દિશાએ જે કપડા પહેર્યા હતા તેની ના કોઈ તપાસ કરવામાં આવી અને ના એ કપડામાંથી નિશાન ભેગા કરી ફોરેન્સિંક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા.

સુશાંતના પિતાએ આપ્યુ છે મોટુ નિવેદન

સુશાંતના પિતાએ આપ્યુ છે મોટુ નિવેદન

વાસ્તવમાં સુશાંતના પિતા કેકે સિંહે અભિનેતાની વર્તમાન ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર જે એફઆઈઆર કરી છે તેમાં તેમણે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યુ છે કે ટીવી અને મીડિયામાં દિશાને સુશાંતની એક્સ મેનેજર બતાવવામાં આવી હતી ત્યારબાદ સુશાંત થોડા ડરી ગયા હતા, તેમણે રિયાને ફોન લગાવ્યો હતો પરંતુ રિયાએ તેમને બ્લૉક કરી દીધા હતા ત્યારબાદ તેમણે પરેશાન થઈને પોતાની બહેન જે મુંબઈમાં જ રહે છે તેને ઘરે બોલાવીને આ બધી વાત કહી હતી. તેમને ડર હતો કે રિયા તેને દિશાના કેસમાં ફસાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X