રિયા ચક્રવર્તીનો વીડિયો વાયરલ, બોલી - અપુન ગુંડા લોગ સે ગુંડાગર્દી કરાતા હે

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. જેમાં તે ગુંડા મવાલીઓની ભાષાનો ઉપયોગ કરી રહી છે. આ વીડિયોમાં રિયા ડૉન, હપ્તા વસૂલી જેવા શબ્દો બોલી રહી છે. સાથે જ કહી રહી છે કે તે જાણે છે કે કેવી રીતે લોકોને મેનીપ્યુલેટ કરવાના છે. તે પોતાના બૉયફ્રેન્ડને ગુંડો ગણાવી રહી છે, જો કે એ સ્પષ્ટ નથી કે તે સુશાંત વિશે વાત કરી રહી છે કે કોઈ અન્ય બૉયફ્રેન્ડ વિશે.

વીડિયોથી વધશે રિયાની મુશ્કેલીઓ

વીડિયોથી વધશે રિયાની મુશ્કેલીઓ

આ સાથે જ વીડિયોના અંતમાં રિયા બોલે છે કે તે ડૉન નથી પરંતુ ડૉનથી પણ ઉપર છે અને કોઈ તેના વિશે જાણી નહિ શકે. સાથે તે આ વીડિયોને રેકોર્ડ કરવાની પણ ના પાડે છે. એ કહેવુ ખોટુ નહિ ગણાય કે રિયાનો આ વીડિયો વાયરલ થયા બાદ તેની મુશ્કેલીઓ હવે વધવાની છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જો કે આ વીડિયો કયા દિવસનો છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. ઘણી મીડિયા રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ વીડિયો બિહાર પોલિસના હાથે લાગ્યો છે.

ડૉન અને હપ્તા વસૂલી વિશે બોલી રિયા

ડૉન અને હપ્તા વસૂલી વિશે બોલી રિયા

વીડિયોમાં રિયા બોલે છે કે, 'અપુન કા બૉયફ્રેન્ડ ભી ગુંડા હે. વો પતા નહિ અપને આપકો ક્યા સમજતા હે, પતા નહિ ઉસે અપુન તાઈ હે. તાઈ લોગ કા ક્યા હે અપુન કા... અપુન કા ક્લાસ થોડા અલગ હે. યે ગુંડા લોગ યે સબ ગુંડાગર્દી કરતા હે, અપુન લોગ ગુંડા લોગ સે ગુંડાગર્દી કરાતે હે.' ઉદાહરણ આપીને રિયા બોલે છે, 'ઈધર આ છોકરે, એક કામ કર, જા કે વો ગલીમે એક પ્રોડ્યુસર રહેતા હે, ઉસસે હપ્તા માંગકે લા, બસ ખતમ, ઉસે ક્યા લગતા હે, અપુન ઈતના બડા ડૉન હે, ડૉન તો અપુન સે ઉપર હે. અપુન બતા ભી નહિ શકતા.'

મુંબઈ પોલિસમાં જ કોઈ રિયાની મદદ કરી રહ્યુ છે

સીનિયર વકીલ વિકાસ સિંહે પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યુ છે, 'જો તે (રિયા) સુપ્રીમ કોર્ટ પહોંચી હતી તો તેણે સીબીઆઈ તપાસની માંગવાળી અરજી કરવાની હતી. એફઆઈઆર પટનામાં નોંધાઈ છે, હવે તેણે સુપ્રીમ કોર્ટમાં સ્ટે અને તપાસ મુંબઈ પોલિસને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આનાથી વધુ શું પુરાવા જોઈએ કે મુંબઈ પોલિસમાં જ કોઈ તેની મદદ કરી રહ્યુ છે.' રિયા પર આરોપ છે કે તેણે સુશાંતના બેંક અકાઉન્ટ્સમાંથી મોટી રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી છે. સુશાંતની બહેને પણ આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતને તેના પરિવાર સાથે વાત નહોતી કરવા દેતી અને તેમના ઘરમાં કાળો જાદૂ કરાવતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X