લૉ સ્ટુડન્ટની અરજી, 'થિયેટરમાં રિલીઝ થાય સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારા'
હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ દિલ બેચારાની ઓટીટી પર રિલીઝ સામે પણ અપીલ કરવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂતે જ્યારથી આત્મહત્યા કરી છે તે ઘણા વધુ ચર્ચામાં છે અને તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા માટે લોકો ઘણા પ્રકારની વાતો કરી રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ફિલ્મને થિયેટર્સ નથી મળી રહ્યા અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. બસ ત્યારબાદથી સતત એ માંગ ઉઠી રહી છે કે આ ફિલ્મને ઓટીટી પર નહિ પરંતુ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. દિલ બેચારાનુ ટ્રેલર હાલમાં જ રિલીઝ થયુ છે અને આ ટ્રેલરના રિલીઝ થયા બાદ એક તગડો ધમાકો થયો છે. ફિલ્મનુ ટ્રેલર ખૂબ જ જોવામાં આવ્યુ છે. ફિલ્મના ટ્રેલરે તો રિલીઝ થયા બાદ વ્યુઅરશિપના ઘણા રેકોર્ડ તોડી દીધા છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ સામે પણ અપીલ કરવામાં આવી છે. સમાચાર છે કે એક લૉ સ્ટુડન્ટે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(NHRC)ને અપીલ કરી છે કે આ ફિલ્મની ઓટીટી રિલીઝ પર રોક લાગે અને તેને થિયેટરમાં રિલીઝ કરવાનો આદેશ જારી થવો જોઈએ.

આદર અને સમ્માન થવુ જોઈએ
ફેન્સ ઘણા સમયથી એ વાતના સંપૂર્ણપણે વિરોધમાં છે કે આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરે. આ સમગ્ર મામલે અપીલ કરીને લૉ સ્ટુડન્ટનુ કહેવુ છે કે મારી આ વિનંતી છે કે બધા ફેન્સ એવુ ઈચ્છે છે કે સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરીને તેમનો આદર અને સમ્માન કરવુ જોઈએ.

થિયેટરમાં છેલ્લી વાર
અત્યારે આ સમાચાર એટલા ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકો આની ચર્ચા કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતને લોકો થિયેટરમાં છેલ્લી વાર જોવા ઈચ્છે છે. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઘણા એવા સ્ટાર્સ છે કે જે આ ફિલ્મનુ પ્રમોશન કરી રહ્યા છે અને તેના ટ્રેલરને પણ શેર કરી રહ્યા હતા.

થઈ રહી છે તપાસ
સુશાંત સિંહ રાજપૂત ઘણા સમયથી ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જ કારણ હતુ કે તેમણે આટલુ મોટુ પગલુ લઈ લીધુ હતુ. તેમના મોત બાદ ઘણા પ્રકારની વાતો સામે આવી છે અને ઘણા લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે અને પોલિસ હજુ પણ તપાસ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂત છેલ્લી વાર ફિલ્મ છિછોરેમાં જોવા મળ્યા હતા અને તેમણે ફિલ્મને ઘણી વધુ પસંદ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
