Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહના ક્રેડિટ-ડેબિટ કાર્ડનો કર્યો ઉપયોગ

પોલિસને સુશાંતના બેંક અકાઉન્ટની ડિટેલ મળી છે. જેને ઘણો મોટો ખુલાસો માનવામાં આવી રહ્યો છે કે જે રિયા સાથે જોડાયેલો છે.

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં રોજેરોજ કોઈને કોઈ અપડેટ સામે આવી રહી છે. થોડા દિવસો પહેલા મીડિયા રિપોર્ટ અનુસાર એ વાત સામે આવી કે આખો કેસ પોતાના અંત તરફ આગળ વધી રહ્યો છે. જ્યાં આ મહિનાના અંત સુધી પોલિસ આ કેસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે ત્યાં બીજી તરફ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ એક મહિના બાદ સોશિયલ મીડિયા દ્વારા સરકારને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. રિયાએ લખ્યુ છે કે તે જાણવા ઈચ્છે છે કે સુશાંતના સુસાઈડનુ કારણ શું રહ્યુ છે. જો કે તે આના પર ઘણી ટ્રોલ પણ થઈ. આ દરમિયાન ન્યૂઝ 18ના સમાચાર અનુસાર પોલિસને સુશાંતના બેંક અકાઉન્ટની ડિટેલ મળી છે. જેને ઘણો મોટો ખુલાસો માનવામાં આવી રહ્યો છે કે જે રિયા સાથે જોડાયેલો છે. જણાવવામાં આવ્યુ છે કે રિયા સુશાંતના પૈસાનો ઉપયોગ ઘણા દિવસોથી કરી રહી હતી.

11 મહિનાની બેંક ડિટેલ પરથી જાણવા મળ્યુ

11 મહિનાની બેંક ડિટેલ પરથી જાણવા મળ્યુ

સુશાંતના મોતથી 11 મહિના પહેલાના બેંક ડિટેલથી માલુમ પડ્યુ છે કે સુશાંત ઉપરાંત રિયા પણ તેના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતી હતી. સાથે જ રિયા ચક્રવર્તીના યુરોપ ફરવાનો ખર્ચ પણ સુશાંતના ખાતામાંથી થયો છે. બીજી તરફ જણાવવામાં આવી રહ્યુ છે કે સુશાંતની જે ત્રણ કંપનીઓ વિશે ખુલાસો થયો છે તેમાં રિયાએ કેટલા પૈસા લગાવ્યા હતા. પોલિસ આ બાબતે શક્ય છે કે રિયા ચક્રવર્તીનુ નિવદેન નોંધી શકે છે.

સુશાંતની એક કંપની રિયાના નામ પર

સુશાંતની એક કંપની રિયાના નામ પર

તમને જણાવી દઈએ કે સુશાંત પાસે ત્રણ કંપનીઓ હતી. સાથે જ એક કંપની રિયાના નામ પર હતી. એટલુ જ નહિ તે દરેક ફિલ્મ માટે કરોડોની ફીસ લેતા હતા. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સુશાંત રાજપૂતના એક દોસ્તે ખુલાસો કર્યો છે કે સુશાંત પાસે ફિલ્મોની કોઈ કમી નહોતી. સુશાંત 3 કંપનીઓનો માલિક હતો. આમાંથી એક રિયાના નામે છે. સુશાંતે પહેલી કંપની 2018માં ખોલી હતી જે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી અને ઑર્ગુમેંટેડ રિયાલિટી પર કામ કરતી હતી.

મિક્સ્ડ રિયાલિટી અને ટેકનિકલ ક્ષેત્ર

મિક્સ્ડ રિયાલિટી અને ટેકનિકલ ક્ષેત્ર

સુશાંતની બીજી કંપનીનુ નામ તેણે રિયાના નામ પર રાખ્યુ હતુ. આ કંપની પણ મિક્સ્ડ રિયાલિટી અને ટેકનિકલ ક્ષેત્રમાં કામ કરે છે. સુશાંત સિંહ રાજપૂતની ત્રીજી કંપનીનુ નામ આરોગ્ય કલ્યાણ અને એજ્યુકેશન રિસર્ચ અને ઈન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પર કામ કરે છે. સુશાંત વિશે તેના એક દોસ્તે કહ્યુ કે તેની પાસે ઘણી ફિલ્મો હતી અને અમુક ફિલ્મો પર વાત ચાલી રહી હતી. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આવતા વર્ષ સુધી તે સંપૂર્ણપણે બિઝી હતા. તેણે બે ફિલ્મો સાઈન કરી લીધી હોત તો 2022 સુધી તેમના પાંચ પ્રોજેક્ટ થઈ જાત. તે દરેક પ્રોજેક્ટના 8 કરોડ રૂપિયા લેતા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X