For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCમાં રિયાની અપીલ સામે બિહાર સરકારે દાખલ કરી અરજી, અભિનેત્રીના દાવાને ફગાવ્યો

સુશાંત સિંહ કેસમાં બિહાર સરકાર તરફથી સુ્પ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેમના પિતાએ રિયા ચક્રવર્તી સામે પટનામાં એફઆઈઆર નોંધાવી છે. ત્યારબાદ રિયા ચક્રવર્તી તરફથી આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી દાખલ કરવામાં આવી છે. પરંતુ હવે આ કેસમાં બિહાર સરકાર તરફથી સુ્પ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે રિયા ચક્રવર્તીની ટ્રાન્સફર અરજી ખોટી છે અને સ્વીકારવા યોગ્ય નથી. સાથે જ બિહાર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બિહાર સરકારને સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસનો અધિકાર છે અને આ તેનુ અધિકાર ક્ષેત્ર પણ છે.

રિયાના આ દાવાને ધરમૂળથી ફગાવી દેવામાં આવ્યો

રિયાના આ દાવાને ધરમૂળથી ફગાવી દેવામાં આવ્યો

સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકાર તરફથી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે રિયા ચક્રવર્તીએ જે અરજી દાખલ કરી છે તેમાં કહેવામાં આવ્યુ છે કે આ સમગ્ર કેસ મુંબઈનો છે, આની શરૂઆત મુંબઈથી થઈ છે માટે બિહાર રાજ્યના અધિકાર ક્ષેત્રથી બહારનો આ કેસ છે અને બિહાર સરકાર આ મામલે એફઆઈઆર નોંધી શકે નહિ. પરંતુ અમે રિયાના આ દાવાને ફગાવીએ છીએ. રિયાના આ દાવાને બિહાર સરકારની સીઆરપીસી કલમ 179 હેઠળ ધરમૂળથી ફગાવી દેવામાં આવ્યો છે.

સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યા ગંભીર આરોપ

સુશાંતના પિતાએ રિયા પર લગાવ્યા ગંભીર આરોપ

તમને જણાવી દઈએ કે સુશાંતના પિતા કે કે સિંહે આરોપ લગાવ્યો છે કે રિયા ચક્રવર્તીએ તેમના દીકરાને ઈમોશનલી ટોર્ચર કર્યો, તેણે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની પાસેથી પૈસા પડાવ્યા. તે સુશાંત સાથે પૈસાા કારણે જ જોડાયેલી હતી, તે તેમના દીકરાની મેડિકલ રિપોર્ટ સાર્વજનિક કરવાની ધમકી આપતી હતી. તેણે જ સુશાંતને દવાઓનો ઓવરડૉઝ આપતી હતી.

સુશાંતની મનોદશા ખરાબ કરવાનો આરોપ

સુશાંતની મનોદશા ખરાબ કરવાનો આરોપ

સુશાંતના અકાઉન્ટમાં 17 કરોડ રૂપિયા હતા જેમાંથી 15 કરોડ રૂપિયા રિયાએ ઉપાડ્યા. આ ઉપરાંત રિયા સુશાંતના મોતના થોડા દિવસ પહેલા જ તેનુ ઘર છોડીને જતી રહી અને સાથે પૈસા, લેપટૉપ, ઘરેણા, સુશાંતના બેંક કાર્ડ્ઝ, પિન અને મેડિકલ રિપોર્ટ પણ લઈ ગઈ. તેમણે રિયા પર સુશાંત વિરુદ્ધ ષડયંત્ર રચવા અને તેની મનોદશા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. કે કે સિંહે કહ્યુ છે કે રિયાએ સુશાંતની બિમારીનો ફાયદો ઉઠાવ્યો છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને તૈયાર કરનારી છેઃ PM મોદીનવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ યુવાનોને તૈયાર કરનારી છેઃ PM મોદી

English summary
Sushant Singh Rajput case: Bihar gov files affidavit before SC rejects Rhea Chakraborty's claim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X