સુશાંત સિંહ રાજપૂતના મેેનેજરનો ખુલાસો, આ રીતે થઈ હત્યા, સાક્ષી ન બનવા મળી ધમકી

સુશાંતના દોસ્ત ગણેશ હિવારકર બાદ હવે તેમના એક્સ મેનેજર અંકિતે દાવો કર્યો કે અભિનેતાનુ મર્ડર થયુ છે.

સુશાંત સિંહ રાજપૂતના મોતનુ સત્ય હજુ સામે આવ્યુ નથી. પોલિસ આ મામલે હજુ પોતાની તપાસ કરી રહી છે. બે મહિનાથી વધુ સમય થઈ ગયો અને અભિનેતાના નિધનનો કેસ સતત ચર્ચામાં છે. આ વિશે મીડિયામાં વિવિધ પ્રકારના રિપોર્ટ આવી રહ્યા છે. હાલમાં આ સમગ્ર કેસ સુસાઈડના બદલે મર્ડર તરફ જતો દેખાઈ રહ્યો છે. સુશાંતના દોસ્ત ગણેશ હિવારકર બાદ હવે તેમના એક્સ મેનેજર અંકિતે દાવો કર્યો કે અભિનેતાનુ મર્ડર થયુ છે. મીડિયામાં નિવેદન આપવા અને કેસ માટે સાક્ષી બનવાના કારણે તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

સુશાંતના સ્ટાફ પર પણ શંકા

સુશાંતના સ્ટાફ પર પણ શંકા

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં અંકિતે જણાવ્યુ કે જ્યારે સુશાંત સૂતા હતા તો તે પોતાના રૂમનો દરવાજો ક્યારેય બંધ નહોતા કરતા. અંકિતે સુશાંતના સ્ટાફ પર પણ શંકા વ્યક્ત કરી છે. તેમના સ્ટાફ પર પણ અંકિતે ઘણા મોટા આરોપ લગાવ્યા છે. ટાઈમ્સ નાઉ સાથે વાતચીતમાં અંકિતે જણાવ્યુ કે આ એક મર્ડર છે. સુશાંત ભાઈ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. તે જિંદગીને સકારાત્મક રીતે જીવતા હતા. જ્યાં સુધી મે તેમની સાથે કામ કર્યુ તેમને ક્યારેય ઉદાસ નથી જોયા.

સુશાંતના બેડરૂમનો દરવાજો

સુશાંતના બેડરૂમનો દરવાજો

અંકિતે કહ્યુ કે સોશિયલ મીડિયા પર તેમણે દીપેશના ફોટા અને વીડિયો જોયા છે. તેમના નીકળી ગયા બાદ દીપેશને કામ પર રાખવામાં આવ્યા. સુશાંત ક્યારેય પોતાના બેડરૂમનો દરવાજો બંધ નહોતા કરતા. તેમણે કહ્યુ કે દરવાજો કેમ તોડવામાં ન આવ્યો. આટલી વાર સુધી કેમ રાહ જોવામાં આવી? સુશાંત ભાઈ એક કેલેન્ડર બનાવતા હતા. તે આગલા દિવસનુ પોતાનુ શિડ્યુલ લખતા હતા. અંકિતે કહ્યુ કે સુશાંત ક્યારેય ડિપ્રેશનમાં જઈને પોતાનો જીવ ન લઈ શકે.

અંકિતે કહ્યુ જાનથી મારી દેવામાં આવશે

અંકિતે કહ્યુ જાનથી મારી દેવામાં આવશે

અંકિતે આગળ કહ્યુ કે મને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. કૉલ કરનાર મારી સાથે ખોટી રીતે વાત કરી રહ્યા છે. મને ફોન પર કહેવામાં આવ્યુ છે કે જો હું કેસમાં સાક્ષી બનીશ તો મને જાનથી મારી નાખવામાં આવશે. મુંબઈ પોલિસે હજુ સુધી તેની સાક્ષી લીધી નથી. ના તે આપવા ગયા છે. સીબીઆઈ તપાસમાં તે સંપૂર્ણપણે સુશાંતને ન્યાય આપવા માટે મદદ કરશે. હું તમને એ પણ જણાવી શકુ છુ કે સુશાંત ભાઈના ગળામાં પેટ ડૉગ ફજના બેલ્ટનુ નિશાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X