કંગનાના સપોર્ટમાં આવી સુશાંત સિંહની બહેન, કહ્યુ - આ કેવુ ગુંડારાજ, અમને રામરાજ જોઈએ

બીએમસીની કાર્યવાહી બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ કંગનાનુ સમર્થન કર્યુ છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત છેલ્લા અમુક સમયથી પોતાના ટ્વિટના કારણે સમાચારોમાં છવાયેલી છે. તેણે પોતાના એક ટ્વિટમાં કહી દીધુ હતુ કે તે મુંબઈમાં સુરક્ષિત નહિ અનુભવે અને માફિયાથી વધુ તેને મુંબઈ પોલિસનો ડર લાગે છે. જેના કારણે સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ તેનો વિરોધ કર્યો અને અમુક લોકો તેના સમર્થનમાં પણ આવ્યા. આ દરમિયાન બુધવારે કંગનાની મુંબઈ સ્થિત ઑફિસને બીએમસીએ ગેરકાયદે નિર્માણ ગણાવીને તોડફોડ કરી દીધી. બીએમસીની આ કાર્યવાહી બાદ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ કંગનાનુ સમર્થન કર્યુ છે.

શ્વેતાએ કહ્યુ - આ પિતૃસત્તા છે

શ્વેતાએ કહ્યુ - આ પિતૃસત્તા છે

શ્વેતાસિંહ કીર્તિએ પોતાના ટ્વિટમાં બીએમસીની નિંદા કરી ઉપરાંત એમ પણ કહ્યુ કે પિતૃસત્તા એક મહિલાના સ્વાભિમાન અને એમ્પાયરને કચડવાની કોશિશ કરી રહી છે. શ્વેતાએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'આજે હું કંગના રનોત સાથે છુ. કંગનાએ પોતાના માટે એમ્પાયર ઉભુ કર્યુ છે એટલુ જ નહિ એ ઘણી બધી મહિલાઓ માટે આશા પણ બની છ કે જો તે કરી શકે છે તો તમે પણ કરી શકો છો. આ પિતૃસત્તા છે, કોઈ મહિલાના સમ્માન/સ્વાભિમાન અને તેનુ સામ્રાજ્ય કચડવુ!!!' પોતાના ટ્વિટ સાથે તેણે હેશટેગ કંગના રનોત અને હેશટેગ શેમ ઑન બીએમસી પણ લખ્યુ.

'આ કેવુ ગુંડારાજ છે?'

'આ કેવુ ગુંડારાજ છે?'

ત્યારબાદ કંગનાએ વધુ એક ટ્વિટ કર્યુ તેના પર પણ શ્વેતાએ પ્રતિક્રિયા આપી. કંગનાએ આ ટ્વિટમાં લખ્યુ હતુ, 'આજે તેમણે મારુ ઘર તોડ્યુ છે કાલે તમારુ પણ તોડશે, સરકારો આવે છે અને જાય છે, જ્યારે તમે કોઈ અવાજના હિંસક દમનને સામાન્ય માનો છો તો આ આદર્શ બની જાય છે. આજે એક વ્યક્તિ સળગાવવામાં આવી રહ્યો છે કાલે આ હજારોનુ જૌહર હશે, હવે જાગી જાઓ.' આના પર શ્વેતાસિંહ કીર્તિએ પ્રતિક્રિયા આપીને કહ્યુ છે, 'હે ભગવાન! આ કેવુ ગુંડારાજ છે? આ રીતનો અન્યાય સહન કરી શકાય નહિ અને ન કરવો જોઈએ. શું મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન આ અન્યાયનો જવાબ હોઈ શકે છે? રામરાજને ફરીથી સ્થાપિત કરો.' તેણે સાથે લખ્યુ હેશટેગ વિ ડિમાન્ડ રામરાજ.

રેણુકા શહાણેએ પણ કર્યો સપોર્ટ

રેણુકા શહાણેએ પણ કર્યો સપોર્ટ

સુશાંતની બહેન ઉપરાંત બીજા પણ ઘણા બધા લોકોએ કંગનાનુ સમર્થન કર્યુ છે. અભિનેત્રી રેણુકા શહાણેએ બીએમસીની કાર્યવાહીની નિંદા કરી. તેમણે ટ્વિટ કરીને કહ્યુ, 'બેશક મને કંગનાની મુંબઈની પીઓકે સાથે તુલના કરવાનુ ન ગમ્યુ પરંતુ હું બીએમસી દ્વારા લેવાયેલ પ્રતિશોધ વિધ્વંસના વિરોધમાં છુ. કૃપા કરીને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી આ જુઓ, આપણે અત્યારે મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. શું આપણને આ ફાલતુ ડ્રામાની જરૂર છે?' જો કે હવે વાય કેટેગરીની સુરક્ષા સાથે કંગના મુંબઈ આવી ગઈ છે. તેણે ઑફિસ તોડવાના જવાબમાં એક વીડિયો પણ જારી કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X