Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મારી સાથે વિચિત્ર હરકતો કરતી હતી સુશાંતની બહેન પ્રિયંકા, એ રાતે નશામાં હતીઃ રિયા ચક્રવર્તી

અભિનેત્રી રિયા ચક્રવર્તીના હવાલાથી તેના વકીલે મંગળવારે મોટુ નિવેદન આપ્યુ છે.

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેતાના 15 કરોડ રૂપિયાની છેતરપિંડા મામલે ઈડીની તપાસનો સામનો કરી રહેલ અભિનેત્રી રિયા ચક્રવર્તીના હવાલાથી તેના વકીલે મંગળવારે મોટુ નિવેદન આપ્યુ છે. એક ઈન્ટરવ્યુમાં રિયાના વકીલ સતીશ માનશિંદેએ સુશાંત સિંહ રાજપૂત અને તેમના પરિવાર વચ્ચે તણાવનુ કારણ જણાવ્યુ છે. આ ઉપરાતં રિયાએ પોતાના વકીલને સુશાંતની બહેન પ્રિયંકાની એ હરકતનો પણ ઉલ્લેખ કર્યો છે જેનાથી ઘણા વિવાદોનો જન્મ થયો.

સુશાંતની મોટી બહેન પ્રિયંકા વિશે નવો દાવો

સુશાંતની મોટી બહેન પ્રિયંકા વિશે નવો દાવો

ઉલ્લેખનીય છે કે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનુ શબ તેમના મુંબઈ સ્થિત ઘરમાં મળ્યા બપાદ બૉલિવુડમાં ઉથલપાથલ મચી ગઈ છે. અભિનેતાના મોતના 2 મહિના બાદ પણ આજ સુધી તપાસ એજન્સીઓને કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા જે એ સાબિત કરી શકે કે સુશાંતે ખરેખર આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા થઈ છે. વળી, બીજી તરફ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી રોજ નવા દાવા કરતી રહે છે. હવે રિયાએ સુશાંતની મોટી બહેન પ્રિયંકા વિશે નવો ખુલાસો કર્યો છે.

રિયાના વકીલે કર્યા ઘણા દાવા

રિયાના વકીલે કર્યા ઘણા દાવા

ઈન્ડિયા ટુડે સાથે વાતચીતમાં રિયાના હવાલાથી તેમના વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યુ કે એક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાના કારણે સુશાંત અને રિયા ઘમા વર્ષોથી એકબીજાને જાણે છે. આ દરમિયાન રિયા અને સુશાંત વચ્ચે દોસ્તીનો સંબંધ હતો અને બંને ક્યારેક ક્યારેક વાત કરતા હતા. વર્ષ 2019માં રિયા અને સુશાંત એક પાર્ટીમાં ભાગ લીધો જ્યાંથી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. ત્યારબાદ રિયા અને સુશાંત ડિસેમ્બર 2019થી માઉન્ટ બ્લેંક, બાંદ્રામાં સાથે રહેવા લાગ્યા. જયાંથી 8 જૂન, 2020ના રોજ રિયા અભિનેતાનુ ઘર છોડીને પોતાના પરિવારજનો પાસે આવી ગઈ.

રિયાએ જણાવી એ રાતની કહાની

રિયાએ જણાવી એ રાતની કહાની

રિયાના વકીલે દાવો કર્યો કે સુશાંતના પરિવાર સાથે તેના સંબંધો ખરાબ હોવાનુ કારણ સુશાંતની મોટી બહેન પ્રિયંકાની વિચિત્ર હરકતો હતી. એક ઘટનાનો ઉલ્લેખ કરતા વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યુ કે એપ્રિલ, 2019ની એક રાતે રિયા અને પ્રિયંકા એક સાથે પાર્ટીમાં ગયા હતા ત્યાં પ્રિયંકાએ વધારે દારૂ પી લીધો હતો અને બીજા યુવક-યુવતીઓ સાથે ખરાબ વર્તન કરવા લાગી. રિયાએ ઘણુ દબાણ કરવા પર પણ તે પાર્ટીમાંથી ઘરે પાછી ન આવી.

વિચિત્ર હરકતો કરી રહી હતી પ્રિયંકા

વિચિત્ર હરકતો કરી રહી હતી પ્રિયંકા

માનશિંદેએ જણાવ્યુ કે એ રાતે રિયાએ પ્રિયંકાને પાર્ટીમાં જ છોડી દીધી અને ખુદ સુશાંતને ઘરે આવી ગઈ કારણકે તેને આગલા દિવસે શૂટિંગમાં જવાનુ હતુ. એ રાતે રિયા સુશાંતના રૂમમાં સૂઈ ગઈ હતી પરંતુ તેની આંખ અચાનક ત્યારે ખુલી જ્યારે તેણે પ્રિયંકાને પોતાની પાસે સૂતેલી જોઈ. રિયાના જણાવ્યા મુજબ પ્રિયંકા તેની સાથે વિચિત્ર હરકતો કરી રહી હતી. રિયાના વકીલે જણાવ્યુ કે એ રાતે પ્રિયંકા તેને ચોંટી રહી હતી અને છેડતી કરી રહી હતી. રિયા ખૂબ જ ચોંકી ગઈ અને તેને તરત રૂમમાંથી જતી રહેવા માટે કહ્યુ.

રિયા અને સુશાંતના પરિવારમાં તણાવ

રિયા અને સુશાંતના પરિવારમાં તણાવ

માનશિંદેએ જણાવ્યુ કે એ રાતે જ્યારે પ્રિયંકા રૂમમાંથી બહાર ન ગઈ તો રિયાએ જ સુશાંતના ઘરેથી જવુ પડ્યુ. જ્યારે રિયાએ સુશાંતને આમ કરવાનુ કારણ જણાવ્યુ તો તેનો પોતાની બહેન સાથે જોરદાર ઝઘડો થયો. આ જ એ ઘટના હતી જે બાદ રિયા અને સુશાંતના પરિવારમાં તણાવ આવી ગયો. આના કારણે સુશાંતના અંતિમ સંસ્કારમાં શામેલ થનાર લોકોની લિસ્ટમાં રિયાનુ નામ નહોતુ જેના કારણે તે અંતિમ સંસ્કારમાં ન જઈ શકી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X