• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ પેઈન્ટિંગ જોઈને બગડ્યુ હતુ સુશાંતનુ માનસિક સંતુલન, તમે પણ સમજી-વિચારીને જોજો

|
Google Oneindia Gujarati News

નોટઃ કૃપા કરીને તમે પણ આ પેઈન્ટિંગ સમજી વિચારીને જોજો, તે તમારા દિમાગ સાથે રમે છે.

સુશાંત સિંહ રાજપૂતની માનસિક સ્થિતિ વિશે ખુલાસો કરીને રિયા ચક્રવર્તીએ હાલમાં જ એક નિવેદનમાં જણાવ્યુ કે તે યુરોપની એક હેરિટેજ હોટલમાં રોકાયા હતા જ્યાં વર્ષો જૂની એક પેઈન્ટિંગ હતી જેને ફ્રાંસિસ ગોયાએ બનાવી હતી. આ પેઈન્ટિંગ જોયા બાદ જ સુશાંતની હાલત બગડી અને તે વસ્તુઓ hallucinate (ભ્રમ) કરવા લાગ્યા. આ પેઈન્ટિંગનુ નામ છે saturn devouring his own sun. ફોટામાં Saturn પોતાના પુત્રોને પેદા થતાં જ ખાતા બતાવ્યો છે કારણકે તેને ડર હતો કે તેના પુત્રો તેનાથી વધુ શક્તિશાળી થઈ જશે.

આ પેઈન્ટિંગને જનતાથી દૂર રાખવામાં આવતી

આ પેઈન્ટિંગને જનતાથી દૂર રાખવામાં આવતી

રોમન કથાઓની માનીએ તો તેની પત્નીએ છઠ્ઠા પુત્રને છૂપાવી દીધો. બાદમાં આ પુત્ર Jupiter એ saturnની સત્તા છીનવી. Saturnને રોમન સભ્યતામાં સમયના ભગવાન માનવામાં આવે છે. ગોયાએ 14 પેઈન્ટિંગનુ એક સમૂહ બનાવ્યુ હતુ જેને black painting કહેવામાં આવ્યુ હતુ. આ પેઈન્ટિંગને તેણે પોતાના રૂમની દિવાલો પર બનાવી હતી અને તે ખુદ ડિપ્રેશન સામે લડી રહ્યો હતો. આ ફોટાઓને જનતાથી દૂર રાખવામાં આવતા હતા કારણકે તે એક વ્યક્તિના ડિપ્રેશનના સંઘર્ષને બહુ ઉંડાણપૂર્વક દર્શાવે છે.

વાન ઘૉઘની પેઈન્ટિંગ

વાન ઘૉઘની પેઈન્ટિંગ

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે પોતાના ટ્વિટરની કવર ઈમેજ પણ જાણીતા પેઈન્ટર વાન ઘૉઘની એક પેઈન્ટિંગ લગાવી હતી. આ પેઈન્ટિંગનુ નામ હતુ સ્ટારી નાઈટ્સ. પરંતુ આ પેઈન્ટીંગને બનાવનાર આર્ટિસ્ટ વાન ઘૉઘે પણ આત્મહત્યા કરી લીધી હતી.

સ્ટીવ હફ સાથે કનેક્શન

સ્ટીવ હફ સાથે કનેક્શન

થોડા દિવસ પહેલા એક પેરાનૉર્મલ એક્સપર્ટ સ્ટીવ હફે સુશાંતની આત્મા સાથે વાત કરવાનો દાવો કર્યો હતો. લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ કહ્યો પરંતુ જે લોકો આ વાતો માને છે તેમનુ કહેવુ હતુ કે સ્ટીવ હફના રૂમમાં પણ વાન ઘૉઘની પેઈન્ટિંગ લાગેલી છે.

વિચિત્ર હરકતો કરતા હતા સુશાંત

વિચિત્ર હરકતો કરતા હતા સુશાંત

રિયા ચક્રવર્તીનો પક્ષ લઈને મહેશ ભટ્ટની આસિસટન્ટ સુહતા સેનગુપ્તાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂત વિચિત્ર હરકતો કરતા હતા અને તેમની આ હરકતોથી રિયા ડરી જતી હતી. સુશાંતને વિચિત્ર અવાજો પણ સંભળાતા હતા.

અનુરાગ કશ્યપ મારી નાખશે

અનુરાગ કશ્યપ મારી નાખશે

એક દિવસ રિયા અને સુશાંત પોતાના રૂમમાં બેસીને અનુરાગ કશ્યપની એક ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારે સુશાંતે ખૂબ જ ગંભીર થઈને રિયાને કહ્યુ કે અનુરાગ કશ્યપ તેને મારી નાખશે. મે તેની ફિલ્મો રિજેક્ટ કરી છે, હવે તે મને જીવતો નહિ છોડે.

કરી હતી ફિલ્મો રિજેક્ટ

કરી હતી ફિલ્મો રિજેક્ટ

એ વખતે લોકો એ વાતોને નહોતા જોડી શકતા પરંતુ ઘણા સમય પછી અનુરાગ કશ્યપે નેપોટિઝમ ડિબેટ વચ્ચે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે સુશાંતે હંસી તો ફંસી કરવાનુ વચન આપ્યુ અને પછી યશરાજ સાથે શુદ્ધ દેસી રોમાંસ કરી લીધી. ત્યારબાદ ફરીથી તેણે મારી એક ફિલ્મ માટે હા કરી પરંતુ ફરીથી ક્યારેય કૉલ ના કર્યો. મે પણ ત્રીજી વાર તેને કોઈ ફિલ્મ ઑફર ન કરી.

મહેશ ભટ્ટ સાથે શેર કરતી હતી રિયા

મહેશ ભટ્ટ સાથે શેર કરતી હતી રિયા

રિયા ચક્રવર્તી મહેશ ભટ્ટને પોતાના ગુરુ માનતી હતી અને તેની સાથે ઘણુ શેર કરતી હતી. તેણે સુશાંતની હાલત વિશે મહેશ ભટ્ટ સાથે ડિસ્કશ કર્યુ અને મહેશ ભટ્ટે રિયાને સલાહ આપી કે હવે સુશાંત ઠીક નહિ થઈ શકે. તે જલ્દીમાં જલ્દી તેનાથી અલગ થઈ જાય.

પરવીન બાબી જેવી હાલત

પરવીન બાબી જેવી હાલત

રિયાને એ પણ બતાવવામાં આવ્યુ કે હવે સુશાંતની હાલત પરવીન બાબી જેવી થઈ ચૂકી છે. હવે તે ઠીક નહિ થઈ શકે. કંગના રનોતે રિપલ્બિક ટીવીને આપેલા પોતાના નિવેદનમાં મહેશ ભટ્ટ પર એ સવાલ ઉઠાવ્યા હતા કે જો તે જાણતા હતા કે સુશાંતની હાલત આટલી ખરાબ છે તો તેના પરિવારને કેમ ન જણાવ્યુ? ઉલ્લેખનીય છે કે પરવીન બાબી પોતાના અંતિમ દિવસોમાં Schizophreniaની શિકાર થઈ ગઈ હતી. તેને હંમેશા લાગતુ કે અમિતાભ બચ્ચન તેને મારી નાખશે. એ વખતે મહેશ ભટ્ટ તેના લિવ ઈન પાર્ટનર હતા. બાદમાં ડિપ્રેશને જ પરવીન બાબીનો જીવ લઈ લીધો હતો.

સાચી નથી ડિપ્રેશનની થિયરી

સાચી નથી ડિપ્રેશનની થિયરી

ઘણી ન્યૂઝ ચેનલ, સુશાંતના નજીકના લોકો, ફેન્સ અને હવે તેમના પરિવારનુ પણ માનવુ છે કે સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનથી ગ્રસ્ત નહોતા. જો હોત તો પરિવારને ખબર હોત અને જો તે ડિપ્રેશનમાં હતા તો પરિવારને કેમ ખબર નહોતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિતરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે દેશને આઝાદીની 74મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર કરશે સંબોધિત

English summary
Sushant started hallucinating things after seeing a painting. Here is the painting, don't see.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X