For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : ત્રણ વર્ષ બાદ થશે બ્રહ્માંડ સુંદરી સુષ્મિતાનું કમબૅક

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 ઑગસ્ટ : બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેનના ફૅન્સ માટે સારા સમાચાર છે કે તેમના પ્રિય અભિનેત્રી હવે જોરદાર કમબૅક કરવા જઈ રહ્યાં છે. સુષ્મિતાએ પોતે જણાવ્યું કે તેમની પુત્રી અલીશા પૂરા ત્રણ વરસની થઈ ગઈ છે. તેથી હવે તે આરામથી ફિલ્મોમાં કામ કરી શકે છે.

નોંધનીય છે કે સુષ્મિતા સેને બે પુત્રીઓ દત્તક લીધી છે કે જેમનું ઉછેર તેઓ કરી રહ્યાં છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે. તે ત્રણ વરસની થઈ ગઈ છે. સુષ્મિતા સેન છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. બૉલીવુડ કમબૅક અંગે સુષ્મિતાએ જણાવ્યું - મારું કમબૅક જોરદાર હશે. મારા માટે બ્રેક સારો રહ્યો. તેથી કમબૅક પણ સારું થવું જોઇએ. તેમણે જણાવ્યું - જો હું અત્યારથી જ બધું કહી દઇશ, તો બાકી શું રહેશે? આ સુષ્મિતા સેનની ફિલ્મ હશે, આ મારો વાયદો છે.

સુષ્મિતા સેને 1996માં મહેશ ભટ્ટ કૃત દસ્તક દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. પછી તેમણે જોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. તેમાં મૈં હૂં ના તથા બીવી નંબર વન તેમની યાદગાર ફિલ્મો છે.

આવો સુષ્મિતા સેનની દિલકશ તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ફૅન્સ માટે સારા સમાચાર

ફૅન્સ માટે સારા સમાચાર

બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેનના ફૅન્સ માટે સારા સમાચાર છે કે તેમના પ્રિય અભિનેત્રી હવે જોરદાર કમબૅક કરવા જઈ રહ્યાં છે.

વસીમ સાથે જોડાયું નામ

વસીમ સાથે જોડાયું નામ

તાજેતરમાં જ સુષ્મિતાનું નામ ક્રિકેટર વસીમ અક્રમ સાથે જોડાયુ હતું. સુષ્મિતા સેને પોતાના લગ્ન અક્રમ સાથે થવાના વહેતા થયેલા સમાચારો સાંભળ્યા બાદ સૌપ્રથમ ટ્વિટ કર્યું - હાય, વસીમ સાથે મારા લગ્નના સમાચારો મેં વાંચ્યા. આ તદ્દન બકવાસ છે. આ સમાચારો દર્શાવે છે કે મીડિયા ક્યારેક-ક્યારેક કેટલું બિનજવાબદાર બની શકે છે.

પરફેક્ટ મૉમ

પરફેક્ટ મૉમ

સુષ્મિતા સેને બે પુત્રીઓ દત્તક લીધી છે કે જેમનું ઉછેર તેઓ કરી રહ્યાં છે. તેમની નાની દીકરીનું નામ અલીશા છે. તે ત્રણ વરસની થઈ ગઈ છે.

બ્રહ્માંડ સુંદરી

બ્રહ્માંડ સુંદરી

સુષ્મિતાએ 1994માં બ્રહ્માંડ સુંદરીનો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા હતાં.

દસ્તકથી નો પ્રોબ્લેમ

દસ્તકથી નો પ્રોબ્લેમ

સુષ્મિતા સેને 1996માં મહેશ ભટ્ટની ફિલ્મ દસ્તક દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું અને છેલ્લે 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં દેખાયા હતાં. આ દરમિયાન તેમણે જોર, સિર્ફ તુમ, બીવી નંબર વન, ક્યોંકિ મૈં ઝૂઠ નહીં બોલતા, હિન્દુસ્તાન કી કસમ, આંખેં, મૈં હૂં ના અને મૈંને પ્યાર ક્યોં કિયા જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.

English summary
Some good news for all those who have missed Sushmita Sen. This 90s' diva is all set to make a comeback in the film industry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X