કોને ડેટ કરી રહી છે સુષ્મિતા સેનની દીકરી રેની? Exથી લઈને ફ્યુચરના બૉયફ્રેન્ડ પર કરી ફેન્સ સાથે વાત

ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ(Ask Me Anything) સેશન આયોજિત કર્યુ જેમાં તેને ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા. જાણો તેના જવાબ.

મુંબઈઃ સુષ્મિતા સેનની મોટા દીકરી રેનીએ હજુ સુધી બૉલિવુડમાં એન્ટ્રી નથી કરી પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. સાથે જ તે રોજ પોતાના ફેન્સ માટે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ(Ask Me Anything) સેશન આયોજિત કર્યુ જેમાં તેને ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા. આમાંથી અમુક સવાલ તેની લવ લાઈફ પર હતા. જેના વિશે રેનીએ ખુલીને વાત કરી.

ફેન્સે Ex પર કર્યા સવાલ

ફેન્સે Ex પર કર્યા સવાલ

સૌથી પહેલા એક ફેને પૂછ્યુ કે રેની શું તમારો બૉયફ્રેન્ડ છે, પ્લીઝ જણાવો? જેના પર તેમણે જણાવ્યુ કે હાલમાં તે સિંગલ છે અને અત્યારે પોતાનુ પૂરુ ફોકસ કામ પર કરી રહી છે. ત્યારબાદ પણ તેના ફેન્સ ન અટક્યા, એક યુઝરે પૂછ્યુ કે પોતાના એક્સ વિશે જણાવો. જેના પર રેનીએ કહ્ય કે આ મુદ્દે વાત કરવા માટે કોઈ પોઈન્ટ નથી. પછી ત્રીજા યુઝરે તેના ફ્યુચર બૉયફ્રેન્ડ વિશે પૂછી લીધુ. જેના પર રેનીએ મજાકિયા અંદાજમાં કહ્યુ કે આ સવાલનો જવાબ આપવા માટે મને ટાઈમ ટ્રાવેલ કરીને ફ્યુચરમાં જવુ પડશે.

શૉર્ટ ફિલ્મમાં કર્યુ હતુ કામ

શૉર્ટ ફિલ્મમાં કર્યુ હતુ કામ

તમને જણાવી દઈએ કે હાલમાં જ રેનીએ એક શૉર્ટ ફિલ્મ સુટ્ટાબાજીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી જે ડિઝની+ હૉટ સ્ટાર પર રિલીઝ થઈ. કબીર ખુરાના દ્વારા નિર્દશિત આ ફિલ્મ લૉકડાઉનમાં કિશોર અને તેના ધૂમ્રપાન પર આધારિત હતી. આ ફિલ્મ માટે રેનીની એક્ટિંગની ઘણી પ્રશંસા થઈ. રેનીએ ફેન્સ સાથે વાત કરીને એ વિશે પણ ખુલાસો કર્યો કે તેનો આગલો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પરંતુ તે કોની સાથે છે એ તેણે ન જણાવ્યુ.

સુષ્મિતાના બૉયફ્રેન્ડ પર કહી આ વાત

સુષ્મિતાના બૉયફ્રેન્ડ પર કહી આ વાત

સુષ્મિતા પોતાની બે દીકરીઓ અને બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે રહે છે. ચાર લોકોનો આ પરિવાર ખુશી-ખુશી જીવન વિતાવી રહ્યા છે. રેનીએ થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં રોહમન વિશે્ ખુલીને વાત કરી હતી. તેણે કહ્યુ હતુ કે રોહમન શૉલ ખૂબ ઓછુ બોલે છે પરંતુ જો તેમણે એમ કહ્યુ કે હું સારી કરી રહી છુ તો એ મારા માટે બહુ મહત્વ ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X