Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુસ્મિતા સેને દીકરીઓને કહ્યુઃ દત્તક લીધી છે તમને, ઈચ્છો તો અસલી મા-બાપને શોધી લો

સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે કઈ રીતે તેણે પોતાની મોટી દીકરી રેનેને જણાવ્યુ કે તે દત્તક છે.

અભિનેત્રી સુષ્મિતા સેનની બે દીકરીઓ છે રેને અને અલીષા. બંનેને સુષ્મિતા સેને દત્તક લીધી છે. જ્યારે તેણે પોતે લગ્ન નથી કર્યા. સુષ્મિતાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે શું થયુ જ્યારે તેમણે પોતાની દીકરીઓને આ સચ્ચાઈ જણાવી કે એ તેમની મા નથી. સુષ્મિતાએ મોટી દીકરી રેનેને વર્ષ 2000માં દત્તક લીધી હતી જ્યારે નાની દીકરી અલીષાને 2010માં દત્તક લીધી હતી.

રમત-રમતમાં દીકરીને જણાવ્યુ કે દત્તક લીધી છે તને

રમત-રમતમાં દીકરીને જણાવ્યુ કે દત્તક લીધી છે તને

સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે કઈ રીતે તેણે પોતાની મોટી દીકરી રેનેને જણાવ્યુ કે તે દત્તક છે. તેણે કહ્યુ કે મે તેને રમતના માધ્યમથી સમજાવ્યુ. અમે એકબીજા સામે રમી રહ્યા હતા. મે કહ્યુ, ‘એડોપ્ટેડ અને બાયોલોજિકલ? આના પર રેનેને પૂછ્યુ - હું એડોપ્ટેડ છુ? મે જવાબ આપ્યો - બાયોલોજિકલ બોરિંગ છે તુ તો ખાસ છે. તુ દિલથી જન્મી છુ. ત્યારબાદ રેને દરેકને કહેતી હતી - તમે બાયોલોજિકલ છો, તમે બોરિંગ છો. મને ખુશી છે કે આ જાદૂ મારી છોકરીઓ પર કામ કરી ગયો.'

‘કોર્ટ જઈને જાણી શકો છો અસલી મા બાપનું નામ'

‘કોર્ટ જઈને જાણી શકો છો અસલી મા બાપનું નામ'

સુષ્મિતાએ જણાવ્યુ કે હું ઈચ્છતી હતી કે મારી બંને દીકરીઓ 18 વર્ષની થયા બાદ પોતાના અસલી મા બાપને શોધે. જ્યારે રેને 16 વર્ષની થઈ તો મે કહ્યુ કે તુ કોર્ટમાં જઈને અસલી માબાપને શોધી શકે છે. હું તેને કોઈ માહિતી આપીને તેનુ દિલ નહોતી માંગતી. સુષ્મિતાનું પોતાની દીકરીઓ સાથે ઘણુ સરસ બોંડિંગ છે અને તેનુ પ્રમાણ તેના ફોટામાં સ્પષ્ટ જોવા મળે છે.

‘મારે નથી જાણવુ કોણ છે મારા અસલી મા બાપ'

‘મારે નથી જાણવુ કોણ છે મારા અસલી મા બાપ'

સુષ્મિતાએ જણાવ્યુ કે, ‘રેનેએ મને પૂછ્યુ કે તમે કેમ ઈચ્છો છો કે હું જઈને મારા અસલી માબાપને શોધુ. આના પર મે કહ્યુ કે હું એ નથી કહી રહી કે તુ એમના વિશે શોધ, હું બસ એમ કહી રહી છુ કે તને એ જાણવાનો અધિકાર છે. ત્યારબાદ થોડી વાર વિચારીને રેનેએ કહ્યુ કે - મારે કંઈ પણ જાણવુ નથી. ઘણા સમયથી બોલિવુડથી દૂર સુષ્મિતાએ કહ્યુ કે તે એક સ્ક્રિપ્ટ વાંચી રહી છે અને ટૂંક સમયમાં આના પર કામ કરી શકે છે.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X