Video: 'સ્વદેશ' ફિલ્મ અભિનેત્રી ગાયત્રી જોશીની લેમ્બોર્ગિનીએ ઈટલીમાં ફરારીને મારી ટક્કર, સ્વિસ દંપત્તિનુ મોત
Gayatri Joshi Car Accident Video: શાહરૂખ ખાનની ફિલ્મ 'સ્વદેશ'માં જોવા મળેલી ફિલ્મ અભિનેત્રી ગાયત્રી જોશી ઈટલીમાં કાર અકસ્માતનો શિકાર બની છે. આ માર્ગ અકસ્માતમાં ગાયત્રી જોષી અને તેમના પતિનો આબાદ બચાવ થયો હતો.
ગાયત્રી અને તેના પતિ લક્ઝરી કાર લેમ્બોર્ગિનીમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે તેમની કાર ફરારી કાર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ફરારીમાં મુસાફરી કરી રહેલા એક સ્વિસ યુગલનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ ગાયત્રી જોશી અને તેના પતિ લક્ઝરી કારમાં રેસ કરી રહ્યા હતા. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યા હતા. આ અકસ્માત ઈટલીના સાર્દિનિયામાં થયો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે ગાયત્રી જોશીની કારની આગળ અને પાછળ ઘણી લક્ઝરી કાર છે.
આ દરમિયાન ગાયત્રી જોષીના પતિ વિકાસ ઓબેરોય એક મીની ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર ફરારી સાથે અથડાઈ હતી. જે બાદ મિની ટ્રક પલટી ખાઈ ગઈ અને ફેરારીમાં આગ લાગી અને તેમાં સવાર સ્વિસ કપલનું મોત થયું.
મૃતક સ્વિસ દંપત્તિની ઓળખ મેલિસા ક્રાઉટલી અને માર્કસ ક્રાઉટલી તરીકે થઈ છે. ગાયત્રીએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે અમે રોડ એક્સિડન્ટનો શિકાર બન્યા છીએ, ભગવાનની કૃપાથી અમે બંને બચી ગયા છીએ, અમે બિલકુલ ઠીક છીએ.
તમને જણાવી દઈએ કે અકસ્માતનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક પછી એક અનેક લક્ઝરી વાહનો એક બીજાને ઓવરટેક કરી રહ્યાં છે. આ દરમિયાન, કાર એક મીની ટ્રકને ઓવરટેક કરતી વખતે અકસ્માતનો ભોગ બને છે. આ અકસ્માત વાહનમાં લગાવેલા ડેશકેમમાં રેકોર્ડ કરવામાં આવ્યો છે.
ગાયત્રી જોશીની વાત કરીએ તો તે 2004માં ફિલ્મ સ્વદેશમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મથી બૉલિવુડમાં ડેબ્યૂ કરનાર ગાયત્રી જોશીએ બીજી ફિલ્મ કરી ન હતી અને બૉલિવુડથી દૂર રહી હતી. તેણે ઓબેરોય કન્સ્ટ્રક્શનના એમડી વિકાસ ઓબેરોય સાથે લગ્ન કર્યા અને બૉલિવુડથી દૂર થઈ ગઈ.
ગાયત્રી જોશીએ 1999માં ફેમિના મિસ ઈન્ડિયા કોમ્પિટિશનથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ગાયત્રીએ 2000માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો હતો. તેને જાપાનમાં મિસ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી.
Two deaths on a Ferrari in Sardina, Italy pic.twitter.com/skT3CaXg0T
— Globe Clips (@globeclip) October 3, 2023












Click it and Unblock the Notifications
