4 વર્ષના બાળકને ગાળ દેવા પર ટ્રોલ થયેલી સ્વરાએ તોડ્યુ મૌન, જણાવ્યુ સત્ય

પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં છવાયેલી રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર એક વાર ફરીથી હૉટ ટોપિક બનેલી છે, કારણ છે તેની સફાઈ.

પોતાના નિવેદનોના કારણે હંમેશા સમાચારોમાં છવાયેલી રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર એક વાર ફરીથી હૉટ ટોપિક બનેલી છે, કારણ છે તેની સફાઈ કે જે તેણે એ ચાર વર્ષના બાળકને ગાળ આપવાના પ્રકરણ પર આપી છે જેના કારણે તે જોરદાર ટ્રોલ થઈ હતી.

સ્વરા ભાસ્કરે હવે તોડ્યુ મૌન

સ્વરા ભાસ્કરે હવે તોડ્યુ મૌન

ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ આ મામલે સ્વરા ભાસ્કરે કહ્યુ છે કે, ‘કૉમિક લોકો હંમેશા આવુ કરે છે અને એ શોનુ ફોર્મેટ પણ ઘણુ કૉમેડિક હતુ. જો તમે એ શોને જોશો તો તમને ખબર પડશે કે મે એ બાળકની મદદ કરી હતી અને હું જ હતી જેણે તેને બાથરૂમ બ્રેક માટે લઈને ગઈ હતી, મે ના તો ક્યારેય કોઈ કો-સ્ટારને અને ના કોઈ બાળકને ગાળ દીધી છે. હું હંમેશાથી બાળકો સાથે પ્રેમ અને મહોબ્બતથી રહી છુ. તે માત્ર એક મજાક હતી.'

મને ફાલતુમાં નિશાન બનાવવામાં આવીઃ સ્વરા

મને ફાલતુમાં નિશાન બનાવવામાં આવીઃ સ્વરા

સ્વરા ભાસ્કરે કહ્યુ કે વિના કારણ આ વાતને આટલી તૂલ આપવામાં આવી અને મને નિશાન બનાવવામાં આવી, હું બાળકોને ખૂબ પ્રેમ કરુ છુ, હું કેમ આ પ્રકારનો વ્યવહાર કરીશ, લોકોએ સમજ્યા વિચાર્યા વિના મને નિશાન બનાવી લેવામાં આવી. હું એમ નથી કહેતી કે હું ગાળો દેવાનુ સમર્થન કરુ છુ પરંતુ મે તેને ગંભીરતાથી ઉપયોગ નહોતો કર્યો, એ બધુ મજાકમાં થયુ હતુ અને બીજો કોઈ હેતુ નહોતો.

સ્વરા ભાસ્કરને ઘણી ટ્રોલ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે છેલ્લા થોડા દિવસોમાં સ્વરા ભાસ્કરને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી કારણકે અભિનેત્રીએ એક ચાઈલ્ડ આર્ટિસ્ટ માટે અપશબ્દ કહ્યા હતા, વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો જેમાં સ્વરા ભાસ્કરે એક 4 વર્ષના બાળક માટે chu@#ya... અને ‘કમીના' શબ્દનો ઉપયોગ કર્યો હતો. વીડિયોમાં સ્વરા કહેતી જોવા મળી હતી કે જે સમયની આ વાત છે, એ સમયે મારુ કરિયર પણ શરૂ નહોતુ થયુ અને એક ચાઈલ્ડ એક્ટરે મને આંટી કહી દીધી કે જે મને સારુ નહોતુ લાગ્યુ. જો કે એ દરમિયાન ત્યાં શોમાં હાજર બધા લોકો સ્વરાની વાતોને સાંભળીને હસતા દેખાયા પરંતુ જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો યુઝર્સે સ્વરાને નિશાન બનાવી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X