તલાશ 30મી નવેમ્બરે રિલીઝ થશે, જુઓ તસવીરો
મુંબઈ, 25 ઑક્ટોબર : આમિર ખાનના ચાહનારાઓ તેમની ફિલ્મોનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરતાં હોય છે. તો હવે તેમના માટે ખુશખબર છે કે આમિર ખાનની બહુચર્ચિત ફિલ્મ તલાશ 30મી નવેમ્બરે રિલીઝ થશે. ઘણાં વખતથી ચર્ચામાં રહેલી તલાશ ફિલ્મમાં આમિર ખાન મુછાળા પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે. ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મમાં રાણી મુખર્જી અને કરીના કપૂર પણ છે. કરીનાના લગ્ન બાદ આ તેની પ્રથમ રિલીઝ ફિલ્મ હશે. ફિલ્મના દિગ્દર્શિકા રીમા કાગતી છે.
આવો તસવીરો વડે જાણીએ તલાશની ખાસિયતો :

સેક્સ વર્કર છે કરીના
તલાશ ફિલ્મમાં કરીના કપૂર સેક્સ વર્કરની ભૂમિકામાં છે.

પહેલી વાર પોલીસ ઇંસ્પેક્ટર
પહેલી વાર આ ફિલ્મમાં આમિર ખાન પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે.

રાણી પત્ની
ફિલ્મમાં રાણી મુખર્જીએ આમિરના પત્નીનો રોલ કર્યો છે.

કમાઠીપુરામાં શુટિંગ
ફિલ્મનુ અડધાથી વધું શુટિંગ મુંબઈના કમાઠીપુરા ખાતે થયું છે કે જે મુંબઈનું સૌથી જુનું અને એશિયાનું બીજા નંબરનું રેડલાઇટ એરિયા છે.

હૉટ સીન્સ
ફિલ્મમાં રાણી મુખર્જી અને આમિર ખાનના ઘણાં હૉટ સીન્સ છે.

તો શાહરુખ હોત
ફિલ્મ માટે આમિર અગાઉ શાહરુખને એપ્રોચ કરાયા હતાં.












Click it and Unblock the Notifications
