તમિલ એક્ટર બિજલી રમેશનુ નિધન, જાણો 46ની ઉંમરમાં કેવી રીતે થયુ મોત
Bijili Ramesh Passed Away: તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શાનદાર એક્ટર બિજલી રમેશ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે 46 વર્ષીય અભિનેતા બિજલી રમેશનું 26 ઓગસ્ટ 2024ના રોજ અવસાન થયું હતું.
બિજલી રમેશ 'આડાઈ' અને 'શિવપ્પુ મંજલ પચાઈ' જેવી ફિલ્મોમાં તેના શાનદાર કામ માટે ફેમસ હતા. તેમના નિધનના સમાચારથી સમગ્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. તેમના નિધનના સમાચારથી સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ પણ આઘાતમાં છે.

તમને જણાવી દઈએ કે બિજલી રમેશને સાઉથના સુપરસ્ટાર રજનીકાંતના સૌથી મોટા ફેન તરીકે પણ ઓળખવામાં આવતા હતા અને આ કારણે તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચાર વહેતા થયા પછી તેમના ચાહકો, સહકર્મીઓ અને શુભેચ્છકોએ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.
એવું કહેવાય છે કે બિજલી રમેશ લાંબી બીમારીથી પીડિત હતા અને 26 ઓગસ્ટ 2024 (સોમવાર) ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ મૃત્યુ પામ્યા હતા. કહેવાય છે કે બિજલી રમેશને સ્ટાર બનાવવાનો સમગ્ર શ્રેય નેલ્સન દિલીપ કુમારને જાય છે. બિજલી રમેશ ફિલ્મોમાં આવતા પહેલા યુટ્યુબર હતા. આ પછી, નેલ્સન દિલીપકુમારે તેને એક ગીતમાં સ્પેશિયલ અપિયરન્સ માટે તક આપી.
આ પછી બિજલી રમેશ પણ કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા હતા પરંતુ તે તમામ ફિલ્મોમાં નાના-નાના રોલ જ કરતા હતા. તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એક તેજસ્વી કૉમેડી અભિનેતા તરીકે પણ ખૂબ પ્રખ્યાત હતા. જોકે તેને ક્યારેય મોટી તક મળી નથી. તે કેટલાક ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો અને લોકોનું ખૂબ મનોરંજન કરતો હતો.
મીડિયા રિપોર્ટસ અનુસાર, બિજલી રમેશને દારૂની ભારે લત હતી. જેના કારણે તેમનું લીવર ખરાબ થઈ ગયું અને તેઓ ઘણા સમયથી બીમાર હતા. બિજલી રમેશે હાલમાં જ એક યુટ્યુબ ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની બીમારીનો ખુલાસો કર્યો હતો, જેમાં તે ખૂબ જ નબળા દેખાતા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
