For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં સાઉથ ઈન્ડસ્ટ્રીનો કબ્જો, 700 સ્ક્રીન્સ પર રિલીઝ થશે વિજયની ફિલ્મ 'બીસ્ટ'!

સાઉથના સુપરસ્ટાર વિજયની અપકમિંગ ફિલ્મ બીસ્ટ હવે ઘણી ચર્ચામાં છે અને આ ફિલ્મના મેકર્સને ઘણી આશાઓ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ સાઉથ ઈન્ડસ્ટ્રી હાલમાં ધમાકા કરી રહી છે અને આખા દેશમાં તેનો ડંકો વાગી રહ્યો છે. પછી ભલે તે આરઆરઆર હોય કે પછી કેજીએફ ચેપ્ટર 2, સાઉથ સુપરસ્ટાર્સની ફેન ફોલોઈંગ ઘણી ઝડપથી વધી છે અને હિંદી દર્શકો તેને ખૂબ જ પ્રેમ આપી રહ્યા છે. આ ઉપરાંત તમિલ સુપરસ્ટાર વિજય પણ હવે ચર્ચામાં છે જેમણે ફિલ્મ માસ્ટર(2021) સાથે ભારતીય સિનેમાની પહેલી હિટ આપી હતી કે જે કોરોના મહામારી દરમિયાન રિલીઝ થઈ હતી. એવામાં તેમની અપકમિંગ ફિલ્મ બીસ્ટ હવે ઘણી ચર્ચામાં છે અને આ ફિલ્મના મેકર્સને ઘણી આશાઓ છે.

બીસ્ટનુ ટ્રેલર રિલીઝ થયા બાદ વધી ચર્ચા

બીસ્ટનુ ટ્રેલર રિલીઝ થયા બાદ વધી ચર્ચા

ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ આ ફિલ્મ માટે ચર્ચાઓ વધી ગઈ છે. બીસ્ટનુ હિંદી સંસ્કરણ યુએફઓ મૂવીઝ દ્વારા જાહેર કરવામાં આવશે. યુએફઓ મૂવીઝના ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ફિલ્મ સર્વિસીઝના સીઈઓ પંકજ જયસિંહે આ લેખથી પુષ્ટિ કરી.

600-700 સ્ક્રીન્નસમાં રિલીઝ

600-700 સ્ક્રીન્નસમાં રિલીઝ

'અમે બીસ્ટને હિંદી ભાષી બજારોમાં લગભગ 600-700 સ્ક્રીન્સમાં રિલીઝ કરવાનુ વિચારી રહ્યા છે.' આટલી સ્ક્રીન્સ પર રિલીધ થયા બાદ ધમાકો નક્કી છે. આજે એ વાત સામે આવી કે મેકર્સ ફિલ્મનુ હિંદી ડબ વર્ઝન પણ સિનેમાઘરોમાં રિલીઝ કરી રહ્યા છે.

રૉ

રૉ

રસપ્રદ વાત એ છે કે ફિલ્મનુ નામ બીસ્ટ હિંદીમાં નહિ હોય. એના બદલે રૉ નામ આપવામાં આવ્યુ છે. મઝાની વાત એ છે કે બીસ્ટનુ હિંદી સંસ્કરણ 13 અથવા 14 એપ્રિલે આવશે અને માટે તે મોસ્ટ અવેઈટેડ સીક્વલ, કેજીએફ-2 અને શાહિદ કપૂર અભિનીત જર્સી સાથે હરીફાઈ કરશે.

રિલીઝ માટે તૈયાર

રિલીઝ માટે તૈયાર

તમને જણાવી દઈએ કે ફિલ્મ હાલમાં રિલીઝ માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે ફિલ્મ ક્યારે રિલીઝ થશે. વિજય ઉપરાંત ઘણા એવા સ્ટાર્સ છે કે જે આ વર્ષે હિંદી દર્શકોનુ દિલ જીતવા માટે તૈયાર છે અને ઘણા ધમાકા સતત કરશે.

English summary
Tamil Superstar Vijay's film 'Beast' will be released on 700 screens! Fans waiting for his film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X