તનુશ્રીએ અજય દેવગણને ખરી ખોટી સંભળાવી, હવે મળ્યો જવાબ
હાલમાં મી ટુ મુવમેન્ટ ઘ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ઓપન લેટરમાં અજય દેવગણને ખુબ જ ખરી ખોટી સંભળાવી છે.
હાલમાં મી ટુ મુવમેન્ટ ઘ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી તનુશ્રી દત્તાએ એક ઓપન લેટરમાં અજય દેવગણને ખુબ જ ખરી ખોટી સંભળાવી છે. ખરેખર તેઓ અજય દેવગનની ફિલ્મ "દે દે પ્યાર દે" ફિલ્મમાં અલોકનાથના હોવા પર નારાજ હતી. તેમનું કહેવું હતું કે અજય દેવગણ યૌન શોષણ આરોપી સાથે કામ કઈ રીતે કરી શકે છે. હવે આખરે અજય દેવગણ ઘ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: તનુશ્રી દત્તાએ અજય દેવગણ પર આરોપ લગાવ્યો, જાણો આખો મામલો

તનુશ્રીએ અજય દેવગણને ખરી ખોટી સંભળાવી
ખોટી સંભળાવી છે. તેમને આરોપ લગાવ્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખોટો દેખાડો કરતા અને પાખંડી લોકોથી ભરેલી છે. તેને સીધો અજય દેવગણ પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ એક ઓવર રેટેડ એક્ટર અને વ્યક્તિ છે, જેમની પાસે સારી પીઆર મશીનરી છે અને તેઓ લોકોની ભાવના સાથે સારી રીતે કપટ કરે છે.

અજય દેવગને તનુશ્રીને કંઈક આવો જવાબ આપ્યો
અજય દેવગણ ઘ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે જયારે આ મીટું મુવમેન્ટ ચાલી રહ્યું હતું ત્યારે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પોતાના સાથીઓ સાથે ઉભા હતા, જેઓ મહિલાઓની ઈજ્જત કરે છે અને તેમના વિરુદ્ધ કઈ પણ ખોટું બરદાસ્ત નથી કરી શકતા. મારુ સ્ટેન્ડ હજુ પણ બદલાયું નથી. હવે જો ફિલ્મમાં આલોકનાથ સાથે કામ કરવા પર સવાલ છે તો એક વાત અહીં હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું.

આલોકનાથ સાથે ખુબ જ પહેલા શૂટિંગ પૂરું થઇ ગયું હતું
અજય દેવગને આગળ કહ્યું કે આ ફિલ્મ ઓક્ટોબર 2018 દરમિયાન જ રિલીઝ થવાની હતી. તેનું શૂટિંગ સપ્ટેમ્બર 2018 દરમિયાન જ પૂરું થઇ ગયું હતું. આ ફિલ્મમાં આલોકનાથ વાળો ભાગ મનાલીમાં ઑગષ્ટમાં શૂટ થઇ ચુક્યો હતો, તેમાં કુલ 40 દિવસો લાગ્યા હતા અને 10 કલાકારો હતો. આલોકનાથ પર ઓક્ટોબરમાં આરોપ લાગ્યા ત્યાં સુધીમાં અમારામાંથી ઘણા લોકો તેમની બીજી ફિલ્મો માટે કામ શરુ કરી ચુક્યા હતા.

અલોકનાથને ફિલ્મમાંથી હટાવવું મુશ્કિલ
અજય દેવગને કહ્યું કે નવો એક્ટર શોધવો અને બધા જ કલાકારોને એક સાથે ફરી ભેગા કરીને શૂટિંગ કરવું ખુબ જ મુશ્કિલ છે. તેનાથી નિર્માતાઓને ખુબ જ નુકશાન થશે. દરેક લોકો જાણે છે કે ફિલ્મ બનાવવું એક મોટી પ્રક્રિયા છે. અલોકનાથને બદલે તેના સીન બીજા કોઈની પાસે શૂટ કરાવવું મારા એકલાનો નિર્ણય નહીં હોય શકે. જો કોઈ પણ રીતે હું આ કરી પણ લઉં તો બધા જ કલાકારોને ફરી એકવાર 40 દિવસ માટે શૂટ કરાવવું ખુબ જ મુશ્કિલ છે. તેનો ખર્ચો પણ ડબલ થશે. અજય દેવગને ફરી કહ્યું કે તેઓ મીટું મુવમેન્ટ માટે ઘણા ગંભીર છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
