બોલ્ડ આઉટફિટ પહેરીને ટ્રોલના નિશાને ચડી તેજસ્વી, કેટલાક લોકોએ ઉર્ફી જાવેદ સાથે સરખામણી કરી દીધી
બિગ બોસ ફેમ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ તેના બોલ્ડ ફેસન સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. જો કે હવે તેણી આ બોલ્ડ ફેશનના ચક્કરમાં ટ્રોલના નિશાને ચડી છે.
તેજસ્વી પ્રકાશ ગુરુવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી. તેજસ્વી તેના અભિનય ઉપરાંત તેની ફેશન સેન્સ અને સુંદરતા માટે પણ જાણીતી છે. જો કે, એવોર્ડ શોમાં તેના લુકે હંગામો સર્જ્યો છે.

તેજસ્વી પ્રકાશની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આમાં તેણી ફ્લેર્ડ પેન્ટ ઓવરસાઈઝ ટોપ પહેરેલી જોવા મળેી રહી છે. આમાં ડીપ નેકલાઇન અને લોંગ સ્લીવ્સ છે.
તેજસ્વીએ તેના વાળ અવ્યવસ્થિત બનમાં બાંધ્યા હતા અને ન્યૂનતમ મેકઅપ પસંદ કર્યો હતો. ઈવેન્ટના રેડ કાર્પેટ પર વોક કરતી વખતે તે હસતી જોવા મળી.
અભિનેત્રીનો વિડિયો સામે આવ્યા સોશિયલ મીડિયા પર તે ટ્રોલના નિશાને ચડી. અહીં ટ્રોલ તેને તેની ડ્રેસિંગ સેન્સ માટે ખરીખોટી સંભળાવી રહ્યા છે. કેટલાક લોકો તેની સરખામણી ગતકડા ગર્લ ઉર્ફી જાવેદ સાથે કરતા જોવા મળ્યા.
જણાવી દઈએ કે, તેજસ્વી ફેશન સેન્સને કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. તેણી તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટ અને વિડિઓ શેર કરતી રહે છે. અભિનેત્રીએ વારંવાર ફેશન ગોલ આપ્યા છે. જો કે, આ વખતે તે છાપ છોડવામાં નિષ્ફળ રહી અને ટ્રોલના નિશાને ચડી ગઈ.
કરિયરની વાત કરીએ તો, બિગ બોસ 15 જીત્યા પછી, તેજસ્વી એકતા કપૂરની ડેલી શો નાગિન 6 માં જોવા મળી હતી. તે એપ્રિલ 2023માં રિલીઝ થયેલી સ્કૂલ કોલેજ આણી લાઈફ નામની મરાઠી ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ પછી અભિનેત્રી અન્ય કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી અને ન તો તેણે તાજેતરમાં કોઈ પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો છે.












Click it and Unblock the Notifications
