Pics : તેલુગુ અભિનેતા ઉદય કિરણે આત્મહત્યા કરી!

હૈદરાબાદ, 6 જાન્યુઆરી : તેલુગુ ફિલ્મોના અભિનેતા ઉદય કિરણે રવિવારે રાત્રે આત્મહત્યા કરી લીધી. તેઓ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં. પોલીસે સોમવારે આ માહિતી આપી. તેઓ 33 વર્ષના હતાં.

પોલીસ અધિકારીએ જણાવ્યું - રવિવાર રાત્રે ઉદય કિરણ શ્રીનગર કૉલોની ખાતે આવેલ તેમના ફ્લૅટમાં પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં. તેમના પત્ની વિશિતા તેમજ કેટલાંક પાડોસીઓ તેમને જ્યુબિલિ હિલ્સ ઍપોલો હૉસ્પિટલે લઈ ગયાં કે જ્યાં તેમને મૃત જાહેર કરી દેવાયાં.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ચિત્રમ્ ફિલ્મથી શરુઆત

ચિત્રમ્ ફિલ્મથી શરુઆત

26મી જાન્યુઆરી, 1980ના રોજ જન્મેલ ઉદય કિરણે તેલુગુ ફિલ્મ ચિત્રમ્ સાથે વર્ષ 2000માં પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરી હતી.

સફળ ફિલ્મો

સફળ ફિલ્મો

ઉદયે નુવ્વુ નેનુ તથા માનસાંથા નુવ્વે જેવી સફળ ફિલ્મો કરી. તેમમે પોઈ અને પેન સિંગમ જેવી તામિળ ફિલ્મો પણ કરી હતી.

ત્રણ માસ પહેલા જ લગ્ન

ત્રણ માસ પહેલા જ લગ્ન

ઉદય કિરણે ત્રણ માસ પહેલા જ એટલે કે ઑક્ટોબર-2013માં પોતાના મહિલા મિત્ર વિશિતા સાથે લગ્ન કર્યા હતાં.

તો ચિરંજીવીના જમાઈ હોત

તો ચિરંજીવીના જમાઈ હોત

ઉદય કિરણે ચિરંજીવીના પુત્રી સાથે સગપણ કર્યુ હતું, પરંતુ આ લગ્ન ન થઈ શક્યાં.

જય શ્રી રામ છેલ્લી ફિલ્મ

જય શ્રી રામ છેલ્લી ફિલ્મ

ઉદય કિરણ છેલ્લે જય શ્રી રામ ફિલ્મમાં દેખાયા હતાં. તેમણે તાજેતરમાં જ દિલ કબડ્ડી ફિલ્મ પણ સાઇન કરી હતી.

સેલિબ્રિટીઓ હૉસ્પિટલે

સેલિબ્રિટીઓ હૉસ્પિટલે

ઉદય કિરણે આત્મહત્યા કરતા શ્રીકાંત સહિત તેલુગુ સેલિબ્રિટીઓ હૉસ્પિટલે ઉમટી પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X