ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરતા જ થલપતિ વિજયે બનાવ્યો રેકૉર્ડ, અમુક કલાકોમાં જ થયા 4.3 મિલિયન ફોલોઅર્સ
Thalapathy Vijay: તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલપતિ વિજયે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ જોઈન કર્યુ છે. તેમની ધમાકેદાર એન્ટ્રી બાદ તરત જ વિજયે એક પોસ્ટ શેર કરી જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. અમુક કલાકોમાં જ થલપતિ વિજયની આ પોસ્ટ પર ચાર મિલિયનથી વધુ લાઈક્સ અને સાડા ચાર લાખથી વધુ કમેન્ટ્સ આવી ચૂકી છે. 4.3 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. જેમાં રશ્મિકા મંદાના પણ સામેલ છે.

વિજયે કરી ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી
તમિલ ફિલ્મોના ફેમસ એક્ટર થલપતિ વિજયે એક્ટર વિજયના નામે પોતાનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યુ છે. તેણે ફિલ્મ 'લિયો'ના સેટ પરથી પોતાની એક તસવીર તરીકે ઈન્સ્ટા પર તેની પહેલી પોસ્ટ શેર કરી હતી. ઈન્સ્ટાની પહેલી તસવીરમાં થલપતિ વિજય એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ તસવીર શેર કરતા થલપતિ વિજયે કેપ્શનમાં લખ્યુ- હેલો નનબાઝ એન્ડ નનબીઝ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર આવ્યાની 99 મિનિટની અંદર, થલપતિ વિજયે પોતાના દમ પર 10 લાખથી વધુ ફોલોઅર્સ બનાવી લીધા હતા, જે અત્યાર સુધી દેશમાં કોઈ પણ સેલિબ્રિટીના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નથી થયુ. લોકો માને છે કે આ પોતાનામાં એક મોટો રેકોર્ડ છે. જુઓ ફોટો-
લોકો તમિલ સ્ટારને આપી રહ્યા છે શુભકામના
સુપરસ્ટાર થલપતિ વિજયની આ પોસ્ટ જોઈને ફેન્સે કોમેન્ટ્સનો પ્રવાહ શરૂ કરી દીધો છે. લોકો એક્ટર વિજયની તસવીર પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. દરેક વ્યક્તિએ થલપતિ વિજયને તેના ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ પર માત્ર અભિનંદન જ નથી આપ્યા પરંતુ તેનું જોરદાર સ્વાગત પણ કર્યુ છે. તમને જણાવી દઈએ કે થલપતિ વિજયની આ પોસ્ટ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી. થલપતિ વિજય ઘણા સમયથી ટ્વિટર અને ફેસબુક પર છે પરંતુ તે અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામથી દૂર હતા. અત્યાર સુધી વિજય ટ્વિટર દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતા હતા.

થોડા કલાકોમાં જ બનાવ્યા 4.3 મિલિયન ફોલોઅર્સ
થલપતિ વિજયે થોડા સમય માટે ટ્વિટરથી બ્રેક લીધો હતો અને હવે લોકો માને છે કે ઇન્સ્ટાગ્રામમાં પ્રવેશ્યા પછી તે ચોક્કસપણે તેમની ફિલ્મોનુ પ્રમોશન કરશે. થલપતિ વિજયના પહેલાથી જ ફેસબુક પર 7.8 મિલિયન અને ટ્વિટર પર 4.4 મિલિયન ફોલોઅર્સ છે અને હવે તેણે 4.3 મિલિયન ફોલોઅર્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો છે. હવે તે ઈન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે પણ જોડાઈ શકે છે. અહીં તેના ચાહકોને અભિનેતાના અંગત જીવનથી લઈને ફિલ્મો સુધીના તમામ અપડેટ્સ મળતા રહેશે.

લિયોમાં જોવા મળશે વિજય
મળતી માહિતી મુજબ, તમિલ સુરસ્ટાર થલપતિ વિજય હાલમાં તેની આગામી ફિલ્મ 'લિયો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના દિગ્દર્શક લોકેશ કનાગરાજ છે અને તે તેમના LCU યુનિવર્સનો એક ભાગ છે. આ ફિલ્મ 19 ઓક્ટોબર 203ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મમાં બૉલિવુડ એક્ટર સંજય દત્ત નેગેટિવ રોલમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
