એ દિવસે DSP એ મને બોલાવી અને… પ્રાઈવેટ વીડિયોને લઈને અંજલિ અરોરાએ મૌન તોડ્યુ
ફેમસ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અંજલિ અરોરાનો એક પ્રાઈવેટ વીડિયો લીક થયા બાદ દંગામો સર્જાયો હતો. હવે આ વીડિયોને લઈને અંજલિ અરોરાએ મૌન તોડ્યુ છે.
અંજલિ અરોરા કંગના રનૌતના શો લોકઅપમાં જોવા મળી હતી. અહીં તેની સાથે મુનવ્વર જોવા મળ્યો હતો. અંજલિ શોમાં સારું પ્રદર્શન કરી રહી હતી ત્યારે અચાનક તેનો એક વીડિયો થયો.

આ વીડિયોમાં અંજલિ ખૂબ જ શરમજનક સ્થિતીમાં જોવા મળી હતી. અંજલિ અરોરા અને જમ્મુ કાશ્મીર ડીએસપીના આ MMS એ હંગામો મચાવી દીધો હતો.
આ ક્લિપ બાદ અંજલિ અરોરાને જબરદસ્ત ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો. જો કે, અંજલિએ શોમાંથી બહાર આવીને તેને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો.
હવે અંજલિની બીજી એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તે તે દિવસે શું થયું હતું અને વીડિયોનું સત્ય શું છે તેની આખી કહાણી કહી રહી છે.
અંજલિના ઈન્ટરવ્યુની આ ક્લિપ અંજીમા અરોરા નામના ફેસબુક પેજ પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તે કહી રહી છે કે જમ્મુ-કાશ્મીર ડીએસપીએ અમને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. હું અને પછી મારી સાથે બીજા ચાર લોકો હતા. જ્યારે અમારે વૈષ્ણોદેવીના દર્શન કરવાના હતા ત્યારે તેમણે કહ્યું કે તમે બધા અહીં રાહ જુઓ હું પણ તમારી સાથે આવીશ.
આ પછી તે અમને લઈ ગયા અને અમને ખૂબ સારા દર્શન કરાવ્યા. મને ખૂબ સારું લાગ્યું, તેથી મેં તેમની સાથે લીધેલી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને તેમનો આભાર માન્યો અને કહ્યું કે મને આટલા સરસ દર્શન આપવા બદલ આભાર.
અંજલિએ વધુમાં કહ્યું કે, આ તસવીરમાં હું તેની બાજુમાં ઉભી હતી. આ સ્થિતિમાં કોઈએ તેની તસવીર ક્રોપ કરીને વાયરલ ફેક વીડિયોમાં મૂકી દીધી. ટ્રોલરોએ આ બધું કર્યું. અંજલિએ વધુમાં કહ્યું કે હું લોકઅપ બાદ જ વૈષ્ણોદેવી ગઈ હતી. પરંતુ આ ક્લિપ લોકઅપના બીજા અઠવાડિયાની છે. જ્યારે હું લોકઅપમાં હતી ત્યારે બીજા અઠવાડિયામાં જ આ બધી વસ્તુઓ થવા લાગી.
અંજલિએ કહ્યું કે મેં વિચાર્યું પણ નહોતું કે ટ્રોલ્સ આવું કરશે. જણાવી દઈએ કે અંજલિએ અગાઉ પણ કહ્યું હતું કે તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને બદનામી કરવાનો પણ આરોપ લગાવ્યો.












Click it and Unblock the Notifications
