મનોજ બાજપેયીની ઑનસ્ક્રીન દીકરી માટે ધડાધડ આવી રહ્યા છે માંગા, ઉંમર છે હજુ 17 વર્ષ

મનોજ બાજપેયીની ઑનસ્કરીન દીકરી આશ્લેષા ઠાકુરની પણ ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થઈ ગયો છે એટલુ જ નહિ તેને સોશિયલ મીડિયા પર લગ્નની ઑફર પણ મળી રહી છે.

મુંબઈઃ એમેઝોન પ્રાઈમ વીડિયોની ફેમસ વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન-2' ના દર્શકોને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અભિનેતા મનોજ બાજપેયી હોય કે પછી શોનો કોઈ પણ કલાકાર, બધાએ પોતાના દમદાર અભિનયથી વેબ સીરિઝને સુપરહીટ બનાવવામાં કોઈ કસર છોડી નથી. વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન 2' એ ઘણા અભિનેતા અને અભિનેત્રીની લોકપ્રિયતાને એ બુલંદી પર પહોંચાડી દીધા છે જ્યાં પહોંચવી દરેક કલાકારનુ સપનુ હોય છે. આમાંથી જ એક છે મનોજ બાજપેયીની ઑનસ્ક્રીન દીકરીની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી આશ્લેષા ઠાકુર.

17 વર્ષની આશ્લેષાની એક્ટિંગના દીવાના છે લોકો

17 વર્ષની આશ્લેષાની એક્ટિંગના દીવાના છે લોકો

17 વર્ષની આશ્લેષા ઠાકુરે 'ધ ફેમિલી મેન 2'માં ધૃતિની ભૂમિકા નિભાવી હતી જે પ્રેમમાં છેતરાઈને આતંકવાદીઓના ચંગુલમાં પહોંચી જાય છે. શોમાં આશ્લેષા ઠાકુરે પોતાના અભિનયથી મનોજ બાજપેયી બાદ આખી સીરિઝમાં દર્શકોનુ અટેન્શન મેળવ્યુ. 'ધ ફેમિલી મેન 2' હિટ થયા પછી હવે આશ્લેષા ઠાકુરની પણ ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થઈ ગયો છે એટલુ જ નહિ તેને સોશિયલ મીડિયા પર લગ્નની ઑફર પણ મળી રહી છે.

રોમેન્ટીક સીન કરવા ઘણા ટફ

રોમેન્ટીક સીન કરવા ઘણા ટફ

વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન 2' એ ઓટીટી પ્લેટફૉર્મ પર ખૂબ જ ધમાકો કર્યો, ફેન્સથી લઈને ક્રિટીક્સ સુધી બધાએ સીરિઝની જોરદાર પ્રશંસા કરી. આની ત્રીજી સિઝનની આશા રાખવામાં આવી રહી છે જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સીરિઝમાં મનોજ બાજપેયી અને પ્રિયામણિની ઑનસ્ક્રીન દીકરી આશ્લેષા ઠાકુર માંગાની લાંબી લાઈન લાગી ગઈ છે. આશ્લેષાએ આટલી નાની ઉંમરમાં અમુક રોમેન્ટીક સીન્સ પણ આપ્યા છે જે તેના માટે ઘણા ટફ હતા.

સીન માટે હતી ઘણી તૈયારી

સીન માટે હતી ઘણી તૈયારી

કદાચ આ જ કારણ છે કે તેના ચાહકોની સંખ્યા વધી ગઈ છે. એક ઈન્ટરવ્યુમાં આશ્લેષાએ જણાવ્યુ કે રોમેન્ટીક સીન શૂટ કરવા દરમિયાન તે ઘણી નર્વસ હતી. તેણે કહ્યુ, 'આ મારા માટે બિલકુલ નવુ હતુ, મારે ભૂમિકામાં ઘણુ મેચ્યોર દેખાવાનુ હતુ અને એ પણ ધ્યાન રાખવાનુ હતુ કે આ સીનથી બાળપણ ન છલકાય. મારે ખૂબ જ નેચરલ અને સ્પૉનટેનિયસ લાગવાનુ હતુ. શૂટ પહેલા મે ઘણા લવ ઈન્ટરેસ્ટવાળા શો જોયા, ઘણુ રિસર્ચ પણ કર્યુ અને તેના વિશે વાંચ્યુ.'

રોમેન્ટીક સીન પહેલા પપ્પાએ પૂછ્યુ

રોમેન્ટીક સીન પહેલા પપ્પાએ પૂછ્યુ

આશ્લેષા ઠાકુરે આગળ કહ્યુ, 'કિસિંગ સીન શૂટ કરવાનુ ટેકનિકલ હોય છે અને તેમાં કોઈ મઝા નથી. આ મારુ કામ છે અને કલાકાર હોવાના નાતે મારે જે કંઈ પણ કરવુ પડશે તે હું કરીશ. જ્યારે મને ધ ફેમિલી મેન 2ના લવ ઈન્ટરેસ્ટવાળા સીન વિશે ખબર પડી તો મારા ડાયરેક્ટર્સ(રાજ અને ડીકે)એ મારા પપ્પાને ઑફિસમાં બોલાવ્યા અને ઘણી વાર સુધી તેમની વચ્ચે ડિસ્કશન થયુ. ત્યારબાદ પપ્પાએ મને આ વિશે પૂછ્યુ કે હું શું વિચારુ છુ...મે સીન્સ કરવા માટે હા કરી દીધી કારણકે હું એક્ટર તરીકે આગળ વધવા માંગુ છુ.'

સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે લગ્નના માંગા

સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે લગ્નના માંગા

વાતચીતમાં આશ્લેષાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે ધ ફેમિલી મેન 2 બાદ તેના માટે અઢળક માંગા આવી રહ્યા છે. તેણે જણાવ્યુ કે સોશિયલ મીડિયા દ્વારા લગ્નના માંગા માટ સતત મેસેજ આવી રહ્યા છે, લોકો તેને વિચિત્ર-વિચિત્ર રીતે ડીએમ કરી રહ્યા છે. આશ્લેષાએ કહ્યુ કે તેને ખબર નથી પડતી કે આના પર તે કેવી રીતે રીએક્ટ કરે. હાલમાં તે આ એટેન્શનની મઝા માણી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા આશ્લેષાએ વર્ષ 2017માં ટીવી સીરિયલ શક્તિમાં પણ કામ કર્યુ હતુ. જો કે ધ ફેમિલી મેન 2થી તેને નવી ઓળખ મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X