મોહમ્મદ શમીની વાઈફે પૂલમાં મસ્તી કરતો વીડિયો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો, જુઓ વીડિયો
ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવનાર મોહમ્મદ શમી તેની બોલિંગ સાથે સાથે તેની ખૂબસૂરત પુર્વ વાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમીની પુર્વ વાઈફ ખૂબસૂરતીમાં બોલિવૂડની મોટી અભિનેત્રીઓને ટક્કર આપે છે. હવે હસીન જહાંએ તેના બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.
મોહમ્મદ શમીની એક્સ વાઈફ હસીન જહાં સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ હસીને એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હસીન જહાં પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક સાથે હસીન એકદમ મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.

આ વીડિયો હસીન એકદમ હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. પૂલના કિનારે બેસીને પોઝ આપી રહેલી હસીન વીડિયોમાં પૂલમાં ડાઈવ લગાવતી જોવા મળી છે.
વીડિયોમાં હસીન કાતિલ મૂવ્સથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે. ફેન્સને પણ તેનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે. જો કે આ વીડિયોને કારણે કેટલાક ટ્રોલ્સને વાંધો પડ્યો છે અને ખરીખોટી સંભળાવતા જોવા મળી રહ્યા છે.
હસીન જહાં તેની લાઈફમાં ખુશ છે અને મોહમ્મદ શમી અને તેની પુત્રી તેની સાથે રહે છે. હસીન તેના ફોટો અને વીડિયો પર શેર કરતી રહે છે. તેની દીકરી સાથે તેનું બોન્ડ ખૂબ જ મજબૂત છે અને તે પોતાની દીકરી સાથે તસવીરો શેર કરવાની કોઈ તક છોડતી નથી.
હસીન જહાં મોહમ્મદ શમી સાથે તલાકને કારણે ચર્ચામાં આવી હતી. હસીન જહાંએ મોહમ્મદ શમી પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. હવે તે પોતાની ગ્લેમરસ લાઈફ જીવતી જોવા મળી રહી છે.












Click it and Unblock the Notifications
