ધ કેરાલા સ્ટોરીની અભિનેત્રી અદા શર્માને હોસ્પિટલ ખસેડાઈ, જાણો અચાનક શું થયુ?

વિવાદીત ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની અભિનેત્રી અદા શર્માને લઈને ચૌકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચારો અનુસાર, અદા શર્માને હાલત બગડતા અચાનક હોસ્પિટલ ખસેડાઈ છે.

અહેવાલો અનુસાર, અભિનેત્રી અદા શર્મા અચાનક બીમાર થઈ જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તે તેની આગામી ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી તે દરમિયાન અચાનક તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ તે ડોક્ટરોની દેખરેખમાં છે.

Ada sharma

મળતી વિગતો અનુસાર, અદા શર્માની તબિયત ફૂડ એલર્જી અને ડાયરિયાને કારણે બગડી છે. મંગળવારે તેની તબિયત અચાનક બગડ્યા બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી. હાલ ડોક્ટર અભિનેત્રીની સારવાર કરી રહ્યા છે અને તે જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી આશા છે. જો કે અભિનેત્રીની તબિયતને લઈને ડોક્ટરોનું કોઈ નિવેદન આવ્યુ નથી.

અદા શર્માના મેનેજરે તેની તબિયત વિશે જાણકારી આપતા જણાવ્યુ કે, અભિનેત્રીનો લાઈવ શો હતો પરંતુ તે પહેલા તેની તબિયત બગડા. ડાયરિયાને અભિનેત્રી કમજોરી થઈ ગઈ હતી. આ સમાચાર પછી અભિનેત્રીના ફેન્સ તેને સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, અદા શર્મા હાલમાં જ વિવાદીત ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં જોવા મળી હતી. તે ટૂંક સમયમાં કમાન્ડો સિરીઝમાં જોવા મળશે. જેમાં એક્ટર વિદ્યુત જામવાલ પણ છે. આ સિવાય તેનીસાથે સિરિઝમાં વૈભવ, શ્રિયા સિંહ ચૌધરી, અમિત સિયાલ, તિગ્માંશુ ધુલિયા, મુકેશ છાબરા અને ઈશ્તિયાક ખાન પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X