Ranveer Singh Family: જાણો કેવુ છે દીપિકા પાદુકોણનું ભાવિ સાસરિયુ
રણવીર સિંહના પરિવાર વિશે લોકોને ઓછી જાણકારી છે. ચાલો આજે આપને રણવીર સિહંના પરિવાર વિશે જણાવીએ કેટલીક ખાસ વાતો...
14 નવેમ્બરે બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાના પ્રેમી અને અભિનેતા રણવીર સિંહ સાથે સાત જન્મોના બંધનાં બંધાવા જઈ રહી છે. બંને સ્ટાર્સ પોતાના પરિવાર અને નજીકના દોસ્તો-સંબંધીઓ સાથે ઈટલીમાં છે. બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહેલા તેમના ફેન્સ તેમને આવનારા જીવન માટે શુભકામનાઓ મોકલી રહ્યા છે. દેશની આ હાઈ-પ્રોફાઈલ લગ્નની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. જો કે દીપિકાનો પરિવાર તો તેના પિતા પ્રકાશ પાદુકોણના કારણે પહેલેથી ચર્ચિત રહ્યો છે પરંતુ રણવીર સિંહના પરિવાર વિશે લોકોને ઓછી જાણકારી છે.
ચાલો આજે આપને રણવીર સિહંના પરિવાર વિશે જણાવીએ કેટલીક ખાસ વાતો...

રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભવનાની
વાસ્તવમાં 6 જુલાઈ, 1985ના રોજ જન્મેલા રણવીર સિંહનું આખુ નામ રણવીર સિંહ ભવનાની છે. રણવીર સિંહ એક સિંધી પરિવારનો છે. તેના પિતા જગજીત ભવનાની રિયલ એસ્ટેટ બિઝનેસનું ઘણુ મોટુ નામ છે.

સોનમ કપૂરની માસીના દીકરા છે રણવીર સિંહ
આમ તો રણવીર સિંહનું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી પરંતુ તે અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂરની બહેનના દીકરા છે અને આ રીતે તે સોનમ કપૂરના કઝિન થાય. તે કપૂર પરિવારની ઘણા નજીક માનવામાં આવે છે.

મમ્માઝ બોય કહેવાય છે રણવીર સિંહ
રણવીર સિંહની એક મોટી બહેન પણ છે. જેનું નામ રિતિકા ભવનાની છે. રિતિકા પણ એક એક્ટ્રેસ છે અને તેના લગ્ન થઈ ચૂક્યા છે. પોતાની બહેનની ખૂબ નજીક છે રણવીર સિંહ. રણવીર હંમેશા પોતાના વિશે વાત કરતી વખતે પોતાની બહેન અને માનો ઉલ્લેખ કરે છે. તેના ઘરના લોકો તેને મમ્માઝ બોયના નામથી બોલાવે છે.

રણવીર સિંહે પોતાની સરનેમ ભવનાની હટાવી દીધી
રણવીર સિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી, બ્લૂમિંગટન યુએસએથી બેચલર ઓફ આર્ટ્સન ડિગ્રી મેળવી છે. રણવીર ત્યાં થિયેટર સ્ટુડન્ટ હતા. ફિલ્મોમાં આવતા પહેલા જ રણવીર સિંહે પોતાની સરનેમ ભવનાની એટલા માટે હટાવી દીધી કારણકે તેમને લાગે છે કે તેની સાથે તેમનુ નામ ઘણુ લાંબુ હતુ. આ કારણે ઘણા લોકોને તેમના પરિવાર વિશે માહિતી નથી.

રણવીર સિંહ અને દીપિકા છેલ્લા 5 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે
હાલમાં એથલીટ પિતાની જાણીતી અભિનેત્રી પુત્રી દીપિકા પાદુકોણને પોતાના સાસરિયામાં પોતાની સાસુ સાથે રહેવુ પડશે કારણકે નણંદના લગ્ન તો થઈ ચૂક્યા છે. રણવીર સિંહ અને દીપિકા છેલ્લા 5 વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે એટલા માટે બંને એકબીજાને ખૂબ સારી રીતે જાણે પણ છે.












Click it and Unblock the Notifications
