Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીજા દિવસે પણ કરી ધમાકેદાર કમાણી, જાણો 12th Fail Box Office Collection

12th Fail Box Office Collection: બોલીવુડના ઉમદા કલાકારોનું નામ આવે, તો તેમાં વિક્રાંત મેસીનું નામ જરૂર લેવામાં આવે છે. અત્યાર સુધી છપ્પાક, ગેસલાઇટ, લવ હોસ્ટેલ જેવી ફિલ્મો સાથે ક્રિમિનલ જસ્ટીસ અને મિર્જાપુર જેવી વેબ સિરીઝનો હિસ્સો વિક્રાંત મેસી રહ્યો છે. જેમાં તેણે પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કર્યું છે.

હવે વિક્રાંત મેસીની આ ફિલ્મોની યાદીમાં ટ્વેલ્થ ફેલનું નામ પણ સામેલ થાય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ટ્વેલ્થ ફેલ એ બીજા દિવસે કમાણીના મામલામાં અજાયબીઓ કરી છે.

12th Fail

બીજા દિવસે ટ્વેલ્થ ફેલ ની કમાણી વધી - બી-ટાઉન અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ તેજસ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર થયેલી ટ્વેલ્થ ફેલ વિશે, એવું માનવામાં આવતું હતું કે, વિક્રાંત મેસીની ફિલ્મ બોલીવુડની પંગા ગર્લ ફિલ્મ સામે હારી શકે છે, પરંતુ રિલીઝ બાદ સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે અને ચાહકોમાં ટ્વેલ્થ ફેલ ને લઈને ભારે ક્રેઝ છે.

ટ્વેલ્થ ફેલ ને ફિલ્મ સમીક્ષકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે રિલીઝના બીજા દિવસે ટ્વેલ્થ ફેલના બોક્સ ઓફિસ કલેક્શનમાં બમ્પર ઉછાળો આવ્યો છે. Sacknilk's Early Trade અનુસાર, 12th Fail એ બીજા દિવસે બોક્સ ઓફિસ પર અંદાજિત 2.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

જે પહેલા દિવસની કમાણી કરતા ઘણી વધારે છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે કહીએ તો, ટ્વેલ્થ ફેલ બીજા દિવસે બોક્સ ઓફિસ પર પૂરા આંકડા સાથે પાસ થઈ ગઈ છે.

ટ્વેલ્થ ફેલના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે, તો પ્રથમ દિવસે 1.10 કરોડ અને બીજા 2.50 કરોડની કમાણી કરી હતી. આ સાથે કુલ 3.60 કરોડની કમાણી કરી હતી.

સપ્તાહના અંતે ટ્વેલ્થ ફેલની ખરી કસોટી - ટ્વેલ્થ ફેલએ નિઃશંકપણે પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર રૂપિયા 1 કરોડથી વધુનું કલેક્શન કરીને ધીમી શરૂઆત કરી હતી, પરંતુ શનિવારે ટ્વેલ્થ ફેલ બોક્સ ઓફિસ પર બુલેટ ટ્રેનની જેમ ચાલી હતી. જેનો અંદાજ આ આંકડાઓ પરથી સરળતાથી લગાવી શકાય છે.

આવી સ્થિતિમાં ટ્વેલ્થ ફેલની ખરી પરીક્ષા રવિવારે છે. આવી સ્થિતિમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે, વિક્રાંત મેસીની ટ્વેલ્થ ફેલ સપ્તાહના અંત સુધીમાં ડબલ ડિજિટ સ્કોર સુધી પહોંચવામાં સક્ષમ છે કે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X