સોશ્યલ મીડિયાના સ્ટાર છે આ કિડ્સ, સેલિબ્રિટીઝને આપે છે ટક્કર

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડ સેલેબ્રિટીના કિડ્સ આજ-કાલ તેમની ફેશન અને સ્ટાઇલથી લોકોમાં ફેમસ થયા છે. પોતાની ફેશન સેન્સને કારણે સોશ્યલ મીડિયામાં આ કિડ્સ સતત ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે. બોલીવૂડ સ્ટારના એવા ઘણા બાળકો છે, જે મીડિયા સામે ઓછા આવે છે અને છતાં પણ સતત લાઇમલાઇટમાં રહે છે. તેઓ પોતાના સોશ્યલ મીડિયાના ફોટોઝના કારણે ફેમસ થયા છે. પૂજા બેદીની પુત્રી આલિયા, શ્વેતા તિવારીની પુત્રી પલક, આ તમામ સેલેબ કિડ્સના ફોટોઝ જોઇને તમને પણ લાગશે કે તેઓ બહુ જ જલ્દી ટીવી કે ફિલ્મોમાં ડેબ્યુ કરવા તૈયાર છે. તો ચાલો જાણીએ આ લિસ્ટમાં બીજા કોણ કોણ છે?

પૂજા બેદીની પુત્રી આલિયા

પૂજા બેદીની પુત્રી આલિયા

આલિયા ભટ્ટને પણ ટક્કર આપે તેવી પૂજા બેદીની પુત્રી આલિયા છે. પૂજાને છેલ્લી વખત બિગ બોસની 5મી સીરિઝમાં જોવામાં આવી હતી. બી ટાઉન સેલેબ્રિટી પૂજા ઘણા સમયથી કેમેરા અને લાઇમલાઇટથી દુર છે. પરંતુ તેની પુત્રી આલિયા સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. આલિયા પોતાના સોશ્યલ મીડિયા પેજ પર સ્ટાઇલિશ અને બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

દીપશિખા નાગપાલની પુત્રી વેધિકા

દીપશિખા નાગપાલની પુત્રી વેધિકા

બિગ બોસ 8માં આવેલી અને બોલીવૂડ તથા ટેલિવૂડથી લોકપ્રિય થયેલ દીપશિખા તેની ડ્રેસિંગ સેન્સ અને સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહી હતી. આ તમામ ખૂબી આજે તેની પુત્રી વેધિકામાં પણ જોવા મળે છે. પોતાની માતા કરતા પણ વધારે સુંદર દેખાતી વેધિકા તેના ફોટોઝના કારણે હંમેશા આકર્ષણનું પાત્ર બની છે.

પુનમ ઢિલ્લોરની પુત્રી પલોમા

પુનમ ઢિલ્લોરની પુત્રી પલોમા

પુનમની પુત્રી પલોમા પણ ખૂબ સુંદર છે. તેની ફેશન સ્ટાઇવને જોતા ચોક્કસ કહી શકાય કે તે બહુ જલ્દી જ બોલીવૂડમાં એન્ટ્રી કરશે. તથા તેની માતા કરતા પણ વધારે ફેમસ થશે. પલોમા અવાર નવાર કોઈને કોઇ કાર્યક્રમમાં પોતાની માતા સાથે જોવા મળે છે.

શ્વેતા તિવારીની પુત્રી પલક

શ્વેતા તિવારીની પુત્રી પલક

ટીવી જગતની પ્રખ્યાત એક્ટેસમાં જાણીતી શ્વેતા તિવારી પોતાની મહેનત અને લગનના કારણે આજે સફળતાના આ સ્થાન પર પહોંચી શકી છે. તેમની એક્ટિંગ સ્કિલ તેની પુત્રી પલકમાં પણ જોવા મળે છે. પલક બહુ જ જલ્દી બોલવૂડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તે ફિલ્મ 'તારે જમીન પર'ના એક્ટર દર્શિલ સફારી સાથે બહુ જલ્દી જ રૂપેરી પડદા પણ જોવા મળશે.

English summary
there are many actresses who have equally stylish daughters. Have a look!
Please Wait while comments are loading...