For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલિવુડની પાર્ટીઓમાં ડ્રગ્ઝ ના હોય તો ફ્લૉપ માનવામાં આવે છે - સિંગરનો ખુલાસો

એક ડીજે-સિંગરે ખુલાસો કર્યો છે કે બૉલિવુડમાં ડ્રગ્ઝ વિના કોઈ પાર્ટી નથી થતી.

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસ દરમિયાન બૉલિવુડનો કાળો ચહેરો ધીમે ધીમે બધાની સામે આવી રહ્યો છે. જે વાતો પહેલા દબાયેલા સ્વરમાં કહેવામાં આવતી તે હવે ખુલીને સામે લાવવામાં આવી રહી છે. નેપોટિઝમ અને જૂથબાજી વિશે ઘણા ખુલાસા થયા બાદ હવે બૉલિવુડના ડ્રગ કનેક્શન વિશે વાતો સામે આવી રહી છે. એક ડીજે-સિંગરે ખુલાસો કર્યો છે કે બૉલિવુડમાં ડ્રગ્ઝ વિના કોઈ પાર્ટી નથી થતી. હાલમાં જ કંગના રનોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લગભગ 99 ટકા લોકો ડ્રગ્ઝ લે છે. કંગનાની આ વાત પર સોશિયલ મીડિયામાં અમુક લોકોએ સાથ આપ્યો જ્યારે અમુક લોકોએ તેને નકારી દીધી.

ડ્રગ્ઝ વિના કોઈ પાર્ટી નહિ

ડ્રગ્ઝ વિના કોઈ પાર્ટી નહિ

ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર બૉલિવુડમાં દરેક જગ્યાએ ડ્રગ્ઝના મૂળ ફેલાયેલા છે.. આવુ ઈન્ડસ્ટ્રીના એક ઈનસાઈડરે રિવીલ કર્યુ છે. બૉલિવુડ સાથે જોડાયેલા એક કોરિયોગ્રાફર મ્યુઝિશિયન, ડીજે અને સિંગરનો દાવો છે કે ફિલ્મ સેલિબ્રિટીઝ મોટાભાગે કોક(કોકેઈન)ના બંધાણી હોય છે. પોતાના રિ-મિક્સ આલ્બમ માટે જાણીતા આ સિંગરના જણાવ્યા મુજબ બૉલિવુડમાં કોઈ પાર્ટીને પાર્ટી નથી માનવામાં આવતી જો તેમાં કોકેઈન ન હોય. ડ્રગ્ઝ વિના અહીં કોઈ પાર્ટી નથી થતી.

કોકેઈન નથી તો પાર્ટીમાં કેમ બોલાવ્યા?

કોકેઈન નથી તો પાર્ટીમાં કેમ બોલાવ્યા?

સિંગરે કહ્યુ, 'જો તમારા પાસે કોકેઈન ન હોય તો તમારી પાર્ટીને ફ્લૉપ માનવામાં આવે છે.. સ્ટાર્સ પૂછે છે.. શું તમે બેવકૂફ છો? તમે મને કેમ બોલાવ્યો? તમારી પાસે કોક નથી?' સિંગરના જણાવ્યા મુજબ પાર્ટીમાં કોકેઈનની વ્યવસ્થા ન હોય તો સેલિબ્રિટી ગેસ્ટ્સ આ રીતના સવાલ કરીને યજમાનની મજાક ઉડાવે છે. વળી, સિંગરે જણાવ્યુ કે બૉલિવુડમાં સૌથી વધુ કોકેઈન વેચાય છે કારણકે આ ઝડપથી ખતમ થઈ જાય છે કારણકે ચાર-પાંચ લોકો આને લેવા માટે લાઈનમાં ઉભા હોય છે. વધુમાં સિંગરના જણાવ્યા મુજબ બૉલિવુડ પાર્ટીઓ માટે ડ્રગ કુરિયર્સનો કોડનેન 'ગૉટે' હોય છે અને આખા મુંબઈમાં ફેલાયેલુ છે અને કૉલ પર ઑર્ડર લે છે. તેમની સાથે કોઈ વૃદ્ધ હશે જે સ્કૂટર પર આવશે. કોઈ પણ તેમને જોઈને શંકા નહિ કરે. તે સ્હેજ પણ સમય બગાડ્યા વિના ઝડપથી આવશે. આવા લોકો દરેક વિસ્તારમાં રહે છે.

બૉલિવુડમાં આ સામાન્ય વાત છે

બૉલિવુડમાં આ સામાન્ય વાત છે

સાથે જ સિંગરે દાવો કર્યો કે ફિલ્મ સેલિબ્રિટીઝ પૉપ્યુલર પબ્ઝના કડક સુરક્ષાવાળા વીઆઈપી લૉન્જમાં પણ ડોપ(ડ્રગ્ઝ) લે છે. સિંગરે કહ્યુ, 'આ બહુ સામાન્ય છે. કોઈએ પણ છૂપાવાની જરૂર નથી હોતી. તેમણે પોતાની ટીમો બનાવી રાખી છે.' એક્શન ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર તરીકે બૉલિવુડ સાથે જોડાયેલ વધુ એક ઈનસાઈડરે સિંગરની વાતોનુ સમર્થન કર્યુ. તેના જણાવ્યા મુજબ દરેક પાર્ટીમાં ડ્રગ્ઝ લેવાય છે એ દેખાય છે. તમે તેમના ચહેરા જોઈને જાણી શકો છો કે અડધા બેભાન અવસ્થામાં હોય છે. તેમણે અમુક ટૉપ સ્ટાર્સના નામ પણ લીધા જેમને ડ્રગ્ઝની લત છે. આમાં અભિનેત્રીઓ પણ શામેલ છે.

ડ્રગ્ઝના બંધાણી હતા સુશાંત સિંહ રાજપૂત, શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ચોંકાવનારા રાઝડ્રગ્ઝના બંધાણી હતા સુશાંત સિંહ રાજપૂત, શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ચોંકાવનારા રાઝ

English summary
There is no party in bollywood without cocaine claimed a bollywood choreographer, DJ and a singer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X