Pics : મારી અંદર સ્વાભાવિક સેંસરશિપ છે : શાહરુખ

મુંબઈ, 27 જુલાઈ : બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનનું માનવું છે કે એક સ્વજાગૃત અભિનેતા ક્યારેય એવી કોઈ ફિલ્મ ન કરે કે જે તેના વ્યક્તિત્વને વ્યાપ ન આપતી હોય. એવો અભિનેતા પોતાને અમુક ચીજો બોલવા અને કરવામાંથી દૂર રાખે છે. અત્યાર સુધી 75થી વધુ રોમાંસ, એક્શન-રોમાંચ તેમજ નાટકીય ફિલ્મોમાં અભિનય કરી ચુકેલા શાહરુખે જણાવ્યું - મારૂં માનવું છે કે એક સ્વજાગૃત અભિનેતા ક્યારેય એવી ફિલ્મ ન કરી શકે કે તેના વ્યક્તિત્વનો વ્યાપ ન વધારતી હોય.

શાહરુખે એક કાર્યક્રમમાં ગીતકાર પ્રસૂન જોશી સમક્ષ પોતાના આ વિચારો વ્યક્ત કર્યાં. શાહરુખને આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાન પત્રિકા કન્સર્ન્ડ કમ્યુનિકેટર ઍવૉર્ડથી નવાજવામાં આવ્યાં. શાહરુખે જણાવ્યું - એ બાબતનો કોઈ અર્થ નથી કે એક અભિનેતા તરીકે હું કેટલો સારો છું. હું આ ભૂમિકા પણ કરી શકું અને તે પણ. હું ઘણી એવી વસ્તુઓ પણ તૈયાર કરી શકું કે જે મારા વ્યક્તિત્વને બદલી શકે અને તે ભૂમિકાને હું અપનાવી શકું કે જેવો હું પોતે બનવા માંગુ છું. હું તેના માટે ઘણા પ્રયત્નો કરી શકું, પણ મને નથી લાગતું કે હું મને મળેલા ઉછેરા કરતાં કંઈક જુદો બની શકું.

શાહરુખ ખાન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં નાયિકા દીપિકા પાદુકોણે છે.

આવો તસવીરો સાથે જાણીએ શાહરુખ ખાન વધુમાં શું બોલ્યાં :

ખોટું કરતા બચુ છું

ખોટું કરતા બચુ છું

શાહરુખે જણાવ્યું - ક્યાંકને ક્યાંક હું અનુભવું છે કે મારો ઉછેર બહુ સાધારણ રહ્યો છે. મારા વાલીઓએ મને સારી વસ્તુઓ વિશે શિખવાડ્યું, વ્યક્તિગત રીતે હું કોઈ પણ ખોટી વાત કરવાથી બચુ છું.

સેલ્ફ-સેંસર્ડ શાહરુખ

સેલ્ફ-સેંસર્ડ શાહરુખ

શાહરુખે જણાવ્યું - જે પ્રકારની ફિલ્મો હું કરુ છું, તેમાં મારા વ્યક્તિત્વની ઝલક મળે છે. હું ફિલ્મોમાં અમુક વસ્તુઓ નથી કહી શકતો. મને લાગે છે કે જ્યારે હું પોતાના બાળકો સાથે કે એકલો પણ ફિલ્મો જોઇશ, તો આ ચીજો સારી નહિં લાગે. મારી અંદર એક સ્વાભાવિક સેંસરશિપ છે.

ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન

ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન

શાહરુખ ખાન આજકાલ પોતાની આવનાર ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસના પ્રમોશનમાં વ્યસ્ત છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં નાયિકા દીપિકા પાદુકોણે છે.

લોકપ્રિય પિતા

લોકપ્રિય પિતા

બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનને થોડાક વખત એક વેબસાઇટ દ્વારા ફાધર્સ ડે પ્રસંગે કરાયેલ સર્વેમાં સૌથી લોકપ્રિય પિતા તરીકે સૌથી વધુ મતો મળ્યાં હતાં.

સરોગેટ બાળક વિવાદ

સરોગેટ બાળક વિવાદ

શાહરુખ ખાન અને ગૌરી ખાન તાજેતરમાં જ સરોગેસી પદ્ધતિ વડે ત્રીજા બાળકના માતા-પિતા બન્યાં છે. લિંગ પરીક્ષણ અંગે શાહરુખે વિવાદનો સામનો કર્યો હતો.

હીરોઇનનું નામ આગળ

હીરોઇનનું નામ આગળ

એ શાહરુખ ખાન જ છે કે જેમણે ફિલ્મોમાં હીરો પહેલાં હીરોઇનનું નામ રાખવાની પરમ્પરા શરૂ કરી છે. આ પરમ્પરા તેમણે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મથી શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X