આ એક્ટર્સ કૃષ્ણની ભૂમિકા ભજવી ચુક્યા છે, રોલ કરતા જ રાતોરાત સ્ટાર બની ગયા!
આજે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને બાળ ગોપાલની પૂજા કરે છે.
આજે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને બાળ ગોપાલની પૂજા કરે છે. ભગવાન કૃષ્ણ માત્ર ભક્તોમાં જ નહીં પરંતુ બોલિવૂડ અને ટીવીમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ટીવી પર પ્રસારિત થતા પૌરાણિક શોમાં ઘણા સ્ટાર્સે શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે, જેના કારણે આ સ્ટાર્સ રાતોરાત દર્શકોમાં ફેમસ થઈ ગયા હતા.

નીતિશ ભારદ્વાજ
નીતીશ ભારદ્વાજ શ્રી કૃષ્ણના રોલમાં ખૂબ ફેમસ થયા હતા. તેણે બીઆર ચોપરાની મહાભારતમાં શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. ભગવાનના રોલમાં નીતિશ એટલા હિટ થયા કે કેટલાક લોકો તેમની પૂજા કરવા પણ લાગ્યા હતા.

સ્વપ્નિલ જોષી
સ્વપ્નિલ જોષીએ પણ ક્રૃષ્ણના પાત્રમાં તેની સરળ અને નમ્ર સ્મિતથી ઘણી ખ્યાતિ મેળવી છે. રામાનંદ સાગરના શો શ્રી કૃષ્ણમાં સ્વપ્નિલે યુવાન કૃષ્ણાનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતા. આ ભૂમિકાએ અભિનેતાને રાતોરાત પ્રસિદ્ધી અપાવી.

સૌરભ રાજ જૈન
સૌરભ રાજ જૈન વર્ષ 2013માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થતા શો મહાભારતમાં શ્રી કૃષ્ણનું પાત્ર ભજવતા જોવા મળ્યા હતો. આ પાત્ર સૌરભની કારકિર્દીમાં માઈલસ્ટોન સાબિત થયું. સૌરભે આ ભૂમિકા ભજવીને ઘણી ખ્યાતિ મેળવી હતી.

સુમેધ મુદગલકર
સ્ટાર ભારત પર પ્રસારિત થનારા શો રાધા કૃષ્ણમાં સુમેધ ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ શો વર્ષ 2018 થી ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. સુમેધને આ શોથી ઘણી લોકપ્રિયતા મળી છે.

વિશાલ કરવલ
અભિનેતા વિશાલ કરવલે વર્ષ 2011માં પ્રસારિત થયેલા શો દ્વારકાધીશ - ભગવાન શ્રી કૃષ્ણમાં કૃષ્ણનું પાત્ર ભજવ્યું હતું. આ ભૂમિકા ભજવીને વિશાલ ઘરે-ઘરે ઓળખાયા. આજે વિશાલ ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.

સર્વદમન ડી. બેનર્જી
સર્વદમન ડી બેનર્જીએ રામાનંદના શો શ્રી કૃષ્ણમાં મોટા કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. શોમાં તેમની સ્માઈલ આજે પણ લોકોને યાદ છે.












Click it and Unblock the Notifications
