For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરિયર માટે પતિને છોડી ચુકી છે આ અભિનેત્રીઓ, છુટાછેડા બાદ નવી શરૂઆત કરી!

બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફથી લઈને દરેક બાબતને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી પરિવાર માટે અધવચ્ચે જ પોતાનું એક્ટિંગ કરિયર છોડી દીધુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફથી લઈને દરેક બાબતને લઈને ચર્ચામાં રહે છે. બોલીવુડની કેટલીક એવી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન પછી પરિવાર માટે અધવચ્ચે જ પોતાનું એક્ટિંગ કરિયર છોડી દીધુ હતું. જો કે ઘણી એવી અભિનેત્રીઓ પણ છે કે જે કરિયર માટે પરિવાર તોડી ચુકી છે.

ડિમ્પલ કાપડિયા

ડિમ્પલ કાપડિયા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા બાદ તેણે ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી. ત્યારબાદ વર્ષ 1982માં રાજેશ ખન્ના છોડીને બોલિવૂડમાં પાછી ફરી.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત બોલિવૂડમાં જાણીતું નામ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે બોલિવૂડમાં આવતા પહેલા લગ્ન કરી લીધા હતા, પરંતુ તેનો પતિ કરણ ગિલ નહોતો ઈચ્છતો કે તે ફિલ્મોમાં કામ કરે. આ કારણે તે 1 વર્ષ પછી પતિથી અલગ થઈ ગઈ અને ઘર છોડી મુંબઈ આવી ગઈ.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

આ લિસ્ટમાં અદિતિ રાવ હૈદરી પણ છે. અભિનેત્રીએ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા, પરંતુ એક વર્ષમાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. અને છૂટાછેડા પછી અદિતિએ વર્ષ 2008 માં ફિલ્મ 'દિલ્હી 6' થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

આ યાદીમાં ચિત્રાંગદા સિંહનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ બોલિવૂડમાં આવતા પહેલા લગ્ન કર્યા હતા. તેણે બાળપણની મિત્ર ગોલ્ફર જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા. જ્યોતિ ઈચ્છતા હતા કે લગ્ન પછી ચિત્રાંગદા પરિવાર સાથે રહે. પરંતુ અભિનેત્રીને પોતાનું કરિયર બનાવવું હતું, જેના કારણે વર્ષ 2014માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને તે પોતાના પતિથી અલગ થઈ ગઈ.

માહી ગિલ

માહી ગિલ

આ યાદીમાં માહી ગિલનું નામ પણ સામેલ છે. તેણે પણ કરિયર શરૂ કરતા પહેલા લગ્ન કરી લીધા હતા. આ પછી તેણે તેના પતિથી છૂટાછેડા લીધા અને ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.

રાખી

રાખી

તમે અભિનેત્રી રાખીને ફિલ્મ કરણ અર્જુનમાં જોઈ હશે, તેણે વર્ષ 1973માં ગુલઝાર સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે બોલિવૂડથી પણ દૂર થઈ ગઈ પરંતુ થોડા વર્ષો પછી એટલે કે 1974માં તે ગુલઝારથી અલગ થઈ અને બોલિવૂડમાં જોરદાર કમબેક કર્યું.

વિમી

વિમી

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક વિમી તેના લગ્નને જીવનની સૌથી મોટી ભૂલ કહેતી હતી. પતિના ખોટા નિર્ણયોને કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ. જે બાદ વિમીએ તેના પતિને છોડી દીધો. આ પછી તે બોલિવૂડમાં કમબેક કરી શકી નહીં, કારણ કે તે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું.

English summary
These actresses have left their husbands for career
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X