Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાસ્ટિંગ કાઉચને લઈને મોટા ખૂલાસા કરી ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, લિસ્ટમાં મોટી અભિનેત્રીઓ પણ સામેલ છે.

બોલિવૂડ અને વિવાદોને જૂનો નાતો છે. બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાં એક કાસ્ટિંગ કાઉચ છે. સમયે સમયે બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની ફરિયાદો ઉઠતી રહે છે.

બોલિવૂડ અને વિવાદોને જૂનો નાતો છે. બોલિવૂડના સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાં એક કાસ્ટિંગ કાઉચ છે. સમયે સમયે બોલિવૂડમાં કાસ્ટિંગ કાઉચની ફરિયાદો ઉઠતી રહે છે. ભુતકાળમાં કાસ્ટિંગ કાઉચને લઈને ઘણી અભિનેત્રીઓએ જાહેરમાં તેમના અનુભવો વર્ણવ્યા છે. આજે આપણે બોલિવૂડની આવી જ અભિનેત્રીઓની વાત કરવાના છીએ. આ અભિનેત્રીઓએ હિંમત કરીને જાહેરમાં કાસ્ટિંગ કાઉચ સામે અવાજ ઉઠાવ્યો હતો.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

બોલ્ડ અભિનેત્રી વિદ્યા બાલન પણ તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. વિદ્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, એક વખત ચેન્નઈમાં ડિરેક્ટર મને મળવા આવ્યા હતા. પછી મેં તેને કોફી શોપ પર મળવાનું કહ્યું, પરંતુ તેણે કહ્યું કે આપણે રૂમમાં બેસીને વાત કરીએ. જે બાદ અમે રૂમમાં ગયા, પરંતુ મેં દરવાજો બંધ કર્યો નહીં. આ સ્થિતિમાં તે નિર્દેશક માત્ર પાંચ મિનિટમાં રૂમની બહાર નીકળી ગયા. પછી મને સમજાયું કે હું કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવા જઈ રહી હતી.

કંગના રનૌત

કંગના રનૌત

બોલિવૂડમાં વિવાદોનું ઘર ગણાતી કંગના પણ કાસ્ટિંગ કાઉચ બાબતે જાહેરમાં બોલી ચુકી છે. કંગનાએ ખુલાસો કર્યો હતો કે, ફિલ્મ તનુ વેડ્સ મનુના ઓડિશન પછી મળેલી મીટિંગમાં તેને રોલ માટે શારીરિક સંબંધની ઓફર કરવામાં આવી હતી. તેનું ઓડિશન યુનિટ મેમ્બર દ્વારા લેવામાં આવ્યું હતું.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

બોલિવૂડમાં સ્વરા ભાસ્કરની ગણતરી ક્રાંતિકારી પ્રકારની અભિનેત્રીઓમાં થાય છે. તે તમામ મુદ્દે ખુલ્લીને વાત કરવા ટેવાયેલી છે. સ્વરા ભાસ્કરે ખુલાસો કર્યો હતો કે, તેના હાથમાંથી સારી ફિલ્મો માત્ર એટલા માટે જતી, કારણ કે તે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નહોતી.

સુરવીન ચાવલા

સુરવીન ચાવલા

બોલિવૂડ અને ટીવીમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સુરવીન ચાવલા પણ જાહેરમાં કાસ્ટિંગ કાઉચને લઈને ખુલાસો કરી ચુકી છે. સુરવીને ખુલાસો કર્યો હતો કે, તેના શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેને કહ્યું કે, એક ડિરેક્ટર એ પણ જાણવા માગતા હતા કે મારૂ ક્લીવેજ કેવુ દેખાય છે, મારા પગ કેવા દેખાય છે અને મારી કમરની સાઈઝ શું છે. મારા શરીરના દરેક અંગનો ઇંચ ઇંચ જાણવા માંગતા હતા.

એલી અવરામ

એલી અવરામ

વિદેશી અભિનેત્રી એલી અવરામ પણ કાસ્ટિંગ કાઉચને લઈને જાહેરમાં ખુલાસો કરી ચુકી છે. એલીએ કહ્યું હતું કે, તેની કારકિર્દીની શરૂઆતમાં બે નિર્દેશકોએ તેને ફિલ્મ આપવાને બદલે સાથે સૂવા ઈશારો કર્યો હતો.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ

ટીવીની જાણીતી અભિનેત્રી રશ્મિ દેસાઈ પણ આ બાબતે પોતાનું દુખ વ્યક્ત કરી ચુકી છે. એક ઈન્ટરવ્યૂમાં રશ્મિ દેસાઈએ કહ્યું હતું કે, એક દિવસ એક વ્યક્તિએ મને ઓડિશન માટે બોલાવી. હું ત્યાં પહોંચી તો ત્યાં બીજું કોઈ નહોતું. પછી તેણે મારો ફાયદો ઉઠાવવાનો પૂરો પ્રયાસ કર્યો. તેણે મારા ડ્રિંકમાં ડ્રગ્સ ભેળવીને મને બેભાન કરવાનો પ્રયાસ પણ કર્યો. પછી લગભગ અઢી કલાક પછી હું કોઈક રીતે ત્યાંથી બહાર આવી અને ઘરે આવીને મારી માતાને બધી વાત કહી.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

બોલિવૂડ ફિલ્મોમાં બોલ્ડ રોલ કરનારી શર્લિન ચોપરા પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બની ચુકી છે. શર્લિને ફિલ્મ કામ-સૂત્ર 3Dના નિર્માતા પર જાતીય લાભ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, નિર્માતાએ તેને મુખ્ય લીડ માટે કેમેરા વિના તેની સાથે ઘનિષ્ઠ દ્રશ્યોની પ્રેક્ટિસ કરવાનું કહ્યું હતું. જે બાદ તેણે આ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X