વિચિત્ર બીમારીઓથી પીડિત છે આ બોલિવૂડ સ્ટાર્સ, એ અભિનેત્રીને તો સ્યૂસાઈડના વિચાર આવે છે!

બોલિવૂડ ફિલ્મ સ્ટાર ગ્લેમરની દુનિયામાં જીવે છે. પરંતુ ઘણા એવા પણ બોલિવૂડ સ્ટાર છે જે વાસ્તવિક જીવનમાં ગંભીર બીમારીથી પીડાય છે. તેમની આ પીડા પોતાની હોય છે. એમાં ભાગ પડાવવા વાળુ કોઈ હોતું નથી.

બોલિવૂડ ફિલ્મ સ્ટાર ગ્લેમરની દુનિયામાં જીવે છે. પરંતુ ઘણા એવા પણ બોલિવૂડ સ્ટાર છે જે વાસ્તવિક જીવનમાં ગંભીર બીમારીથી પીડાય છે. તેમની આ પીડા પોતાની હોય છે. એમાં ભાગ પડાવવા વાળુ કોઈ હોતું નથી. આજે આપણે કેટલાક એવા જ બોલિવૂડ સ્ટારની વાત કરવાના છીએ, જે વાસ્તવિક જીવનમાં વિચિત્ર બીમારીથી પીડિત છે.

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે વેસ્ટિબ્યુલ હાઇપોફંક્શન નામની સમસ્યાનો શિકાર બન્યો હતો. આ સમસ્યામાં વ્યક્તિ પોતાના શરીરનું સંતુલન ગુમાવી બેસે છે. વરુણ ધવને કહ્યું કે તે જાણતો ન હતો કે તેની સાથે શું થયું છે.

સામંથા રૂથ પ્રભુ

સામંથા રૂથ પ્રભુ

સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ માયોસાઇટિસ નામની બીમારીથી પીડિત છે. તેને એક ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. આ રોગમાં સ્નાયુઓમાં બળતરા થાય છે, જેના કારણે સ્નાયુઓમાં દુખાવો, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

અભિનેતા સલમાન ખાન ટ્રાઇજેમિનલ ન્યુરેલ્જીયા નામની સ્થિતિનો શિકાર છે, જેમાં તેને બ્રશ અને મેકઅપ કરતી વખતે ગાલ અને જડબામાં ભારે દુખાવો થાય છે.

ઇલિયાના ડીક્રુઝ

ઇલિયાના ડીક્રુઝ

ઇલિયાના ડીક્રુઝે ખુલાસો કર્યો હતો કે તે બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડર નામની બીમારીનો શિકાર છે, જેના કારણે તેને ઘણી વખત આત્મહત્યાના વિચારો આવ્યા હતા.

અજય દેવગન

અજય દેવગન

ટેનિસ એલ્બો સિવાય અભિનેતા અજય દેવગનને પણ બોર્ડરલાઈન OCDની સમસ્યા છે. આ વાતનો ખુલાસો અભિનેત્રી કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.

ઋતિક રોશન

ઋતિક રોશન

ઋતિક રોશન સ્કોલિયોસિસ નામની બીમારીથી પીડિત હતો, જેના કારણે તેને બોલવામાં તકલીફ પડતી હતી. જો કે, હવે ઋતિક આ સમસ્યાથી આઝાદ થઈ ગયો છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માને બલ્જીંગ ડિસ્ક નામની ગંભીર બીમારી છે, જેના કારણે તે લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી શકતી નથી. આ રોગમાં પીઠમાં સખત દુખાવો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X