
2023માં ધમાલ મચાવવા તૈયાર છે સાઉથની આ ફિલ્મો, એકના તો લોકો દિવાના છે
આ દિવસોમાં બોલિવૂડ પર સાઉથની ફિલ્મો ભારે પડી પડી રહી છે. છેલ્લે આવેલી પુષ્પા અને KGF ફિલ્મો તેનું ઉદાહરણ છે. હવે આ વર્ષે પણ કેટલીક મોટી સાઉથની ફિલ્મો ધમાલ મચાવવા માટે તૈયાર છે. કેટલીક ફિલ્મોની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે સાઉથી મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 પણ રિલીઝ થશે. આ સિવાય પણ ઘણી મોટી ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે.

આદિપુરૂષ
આદિપુરૂષની બોલિવૂડમાં સતત ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે સાથે સૈફ અલી ખાન અને કૃતિ સેનન જોવા મળશે. આ ફિલ્મ 16 માર્ચે સિનેમાઘરોમાં આવી રહી છે.

જવાન
આ વર્ષે શાહરૂખ ખાન સાઉથ સિનેમામાં ધમાલ મચાવવા જઈ રહ્યો છે. શાહરૂખ ખાનની તમિલ ફિલ્મ જવાન આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહનો માહોલ છે.

દાસરા
સાઉથ સુપરસ્ટાર નાનીની આવનારી ફિલ્મ દાસરા પણ આ લિસ્ટમાં છે. ફિલ્મની પણ ફેન્સ રાહ જોઈ રહ્યા છે અને આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મમાં નાની અને કીર્તિ સુરેશ એકસાથે પડદા પર જોવા મળશે.

પુષ્પા 2
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પા ધ રાઈઝીંગની જોરદાર સફળતા બાદ હલે પુષ્પા 2 પણ આ વર્ષે સિનેમાઘરોમાં આવી શકે છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સાલાર
સાઉથ સુપર સ્ટાર પ્રભાવની આવનારી ફિલ્મ સાલારની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પ્રશાત નીલના ડિરેક્શનમાં બની રહેલી સાલાર આ વર્ષે સિનેમાધરોમાં ધમાલ મચાલી શકે છે. આ ફિલ્મ માર્ચ બાદ આવી શકે છે.

હરિ હારા વીલા મલ્લૂ
સાઉથ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ફિલ્મ હરિ હરા વીરા મલ્લૂની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. પવન કલ્યાણની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે.