Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રિતિકનો પરિવાર સુનૈનાને બેભાન રાખે છે, કંગનાની બહેનના ખુલાસા

રિતિક રોશનની બહેન સુનૈના રોશને તાજેતરમાં જ પોતાના પરિવાર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. સુનૈનાનું કહેવું છે કે તેમનો પરિવાર તેમના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે ખરાબ વર્તન કરે છે

રિતિક રોશનની બહેન સુનૈના રોશને તાજેતરમાં જ પોતાના પરિવાર વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા. સુનૈનાનું કહેવું છે કે તેમનો પરિવાર તેમના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે ખરાબ વર્તન કરે છે, તેને આતંકવાદી કહે છે અને તેમના સંબંધોને સ્વીકારવા તૈયાર નથી. સુનૈનાના બોયફ્રેન્ડે પણ રોશન પરિવારની ઘણી વાતોનો કુલાસો કર્યો હતો, જેન સાંભળીને લોકોના હોશ ઉડી ગયા હતા.

હવે કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે પણ રિતિક રોશનના પરિવાર વિરુદ્ધ ખુલાસા કર્યા છે. રંગોલીનું કહેવું છે કે સુનૈના તેના સંપર્કમાં હતી. તેમની સુનૈનાની સાથે તેમની વાતચીત પણ થઈ અને તે વાત કરીને રડતી હતી. રંગોલી પહેલા પણ આ મામલે વાત કરી ચૂકી છે.

આ પણ વાંચો: કંગના-રંગોલીને મુંબઈ કોર્ટમાંથી સમન, આદિત્ય પંચોલીએ લગાવ્યો હતો માનહાનિનો આરોપ

રંગોલીએ એક ટ્વિટ કરીને કહ્યું છે કે ગત મહિનાથી સુનૈના રોશન રોજ કંગનાને કોલ કરે છે. પરંતુ જ્યારે તેણે મીડિયા સાથે વાત કરી ત્યારતી તેનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. તે રોજ પોતાની હાલત જણાવીને રડતી હતી. રંગોલીએ લખ્યું કે સુનૈનાએ મને કહ્યું કે તેનો પરિવાર રોજ તેને મારે છે.

રંગોલીએ માત્ર આટલા જ ખુલાસા નથી કર્યા. તેણે વધુમાં લખ્યું છે કે સુનૈનાએ કહ્યું કે રોશન પરિવાર તેને મારે જ છે એટલું જ નહીં તેને બેહોશ રાખવા માટે નશાની દવાઓ પણ આપે છે. રંગોલીએ આ મામલે પોતાની મર્યાદા ગણાવતા કહ્યું કે મને સમજાતું નથી હું શું કરું.

હોસ્પિટલમાં હતી સુનૈના

હોસ્પિટલમાં હતી સુનૈના

સુનૈના રોશન વિશે તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે હોસ્પિટલમાં ભરતી કરાઈ હતી. અહેવાલ એવા હતા કે તેને માનસિક બીમારીથી પીડાય છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. આ સમાચાર ઘણા અખબારોમાં છપાયા હતા.

થયો ખુલાસો

થયો ખુલાસો

સુનૈના રોશને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે તે ચેમ્બુરમાં પોતાના મિત્રો સાતે પાર્ટી કરી રહી હતી. કોઈએ આ સમાચાર સાચા છે કે ખોટા તે અંગે તેમને પૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો.

કોઈ દવા નથી લઈ રહી

કોઈ દવા નથી લઈ રહી

સુનૈનાએ કહ્યું કે માનસિક રીતે છોડો હું તો કોઈ જ દવા નથી લઈ રહી. હું તે દિવસે પાર્ટી કરીને પિતાના ઘરે જતી રહી હતી. મેં તો બીજા દિવસે સમાચાર વાંચ્યા.

હોટેલમાં રહેતી હતી સુનૈના

હોટેલમાં રહેતી હતી સુનૈના

સુનૈનાએ કહ્યું કે કેટલાક દિવસો પહેલા તે 15થી 20 દિવસ સુધી હોટેલમાં રહેતી હતી, કારણ કે તેમના અને પરિવાર વચ્ચે કેટલાક વૈચારિક મતભેદ હતા, જેના વિશે તે વાત કરવા નથી ઈચ્છતી.

ઘરવાળાએ કાઢી મૂકી?

ઘરવાળાએ કાઢી મૂકી?

સુનૈના હાલ રાકેશ રોશનના જે ઘરમાં રહે છે તેમાં સુનૈનાના આવવા જવા માટે જુદો દરવાજો છે, અને તે ઘરમાં પણ એક જુદા જ ભાગમાં રહે છે. સુનૈનાનું કહેવું છે કે મારો પરિવાર મારી સાથે વાત નતી કરી રહ્યો.

ખૂબ જ દુખદ છે

ખૂબ જ દુખદ છે

પરિવાર અંગે વાત કરતા સુનૈનાએ કહ્યું કે કોઈ મારી સાથે વાત નથી કરતું. મારી સાથે વાત કરવાનો પ્રયત્ન નથી કરતું. આ ખૂબ જ દુખદ છે કે મારો પરિવાર જ મને ટેકો નથી આપતો.

Bi - Polar છે સુનૈના?

Bi - Polar છે સુનૈના?

એવા અહેવાલ છે કે સુનૈના રોશન એક માનસિક બીમારીથી પીડાઈ છે જેને Bi Polar Disorder કહેવાય છે. જો કે સુનૈનાનું કહેવું છે કે મને ગુસ્સો ઝડપથી આવી જાય છે અને હું બૂમો પાડવા લાગું છું એનો અર્થ એ નથી કે મને કોઈ માનસિક બીમારી છે.

નર્કમાં રહું છું

નર્કમાં રહું છું

સુનૈનાએ કેટલાક દિવસો પહેલા ટ્વિટ કરીને કહ્યું હતું કે તે હાલ નર્કમાં રહી રહી છે. આ ટ્વિટ વિશે સુનૈના સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે આ ટ્વિટ તેમના અને તેમના પરિવાર વચ્ચેના સંબંધને કારણે છે.

હંમેશા સાથે રહ્યો છે રોશન પરિવાર

હંમેશા સાથે રહ્યો છે રોશન પરિવાર

ઉલ્લેખનીય છે કે રિતિક રોશનનો પરિવાર હંમેશા સાથે જ રહ્યો છે. ત્યારે સુનૈનાની વાતો પરિવાર વિશે મોટા ખુલાસા કરી રહી છે.

હંમેશા મળ્યો છે સાથ

હંમેશા મળ્યો છે સાથ

સુનૈનાએ પોતાના જીવનમાં ખૂબ જ ચડાવ ઉતાર જોયા છે. હવે આ સમયે જો પરિવાર તેનો સાથ નથી આપી રહ્યો તો તેનું કોઈ ખાસ કારણ તો હશે. હાલ તો આપણે એટલી પ્રાર્થના કરી શકીએ કે પરિવારમાં બધુ યોગ્ય થઈ જાય

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X