સની લિયોનના #NoApologies એટિટ્યૂડ પર ફિદા આ એક્ટ્રેસ!

Written By:
Subscribe to Oneindia News

સની લિયોને બોલિવૂડમાં આવતાં પહેલાં જે ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, તેને કારણે ઘણીવાર તેને પત્રકારો કે મીડિયા તો ઘણીવાર ઇન્ડસ્ટ્રીના લોકોની નકારાત્મક ટિપ્પણીઓ અને અણછાજતા સવાલોનો સામનો કરવો પડે છે. તે હંમેશા આવી પરિસ્થિતિને ખૂબ ગરિમાપૂર્ણ રીતે અને શાંતિથી હેન્ડલ કરે છે. પોતાના પાસ્ટ પ્રત્યે સની લિયોન જરા પણ શરમ નથી અનુભવતી, તેના આ જ 'No Apologies Attitude' પર એક બોલિવૂડ એક્ટ્રેસ ફિદા છે.

સનીનો એટિટ્યૂડ

સનીનો એટિટ્યૂડ

સની લિયોનને જ્યારે પણ પોતાના પાસ્ટ અંગે જવાબ આપવાનો વારો આવે, ત્યારે તે ખૂબ સહજતાથી વાત કરે છે. તેના એટિટ્યૂડને કારણે સવાલ કરનારાને આગળ કશું વાંકુ પૂછવાની તક નથી મળતી. સની પોતાના એટિટ્યૂડને કારણે જ બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ થઇ છે.

નેહા ધૂપિયા થઇ ફેન

નેહા ધૂપિયા થઇ ફેન

સનીના આ એટિટ્યૂડ પર બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા ફિદા છે. નેહા પોતાના 'નો ફિલ્ટર નેહા' શોમાં સનીનો ઇન્ટરવ્યૂ લે તેવી શક્યતા છે. આ પહેલાં નેહાએ ટ્વીટર દ્વારા સની લિયોનના આ એટિટ્યૂડના વખાણ કર્યા છે.

સની લિયોનની લોકપ્રિયતા

સની લિયોનની લોકપ્રિયતા

સની લિયોન અનેકવાર તેને વિચિત્ર સવાલ પૂછનારા ઇન્ટરવ્યૂઅર્સના મોઢા બંધ કરી ચૂકી છે. તે આવી વાતો પર ધ્યાન નથી આપતી. તેની આ જ વાતના નેહા વખાણ કર્યા છે. સનીનું ફેન ફોલોઇંગ પણ ઘણું મોટું છે. હાલમાં જ તે એક ઇનોગ્રેશન માટે કોચી પહોંચી હતી અને ત્યાં તેને જોવા ઉમટેલી ભીડ જોઇને સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

બાળકી લીધી છે દત્તક

બાળકી લીધી છે દત્તક

એ પહેલાં સની લિયોન બાળકીને દત્તક લેવા માટે ચર્ચામાં આવી હતી. સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે મહારાષ્ટ્રના લાતૂરના એક અનાથાલયમાંથી એક બાળકી દત્તક લીધી છે. આ બાળકીનું નામ તેણે નિશા વેબર કૌર રાખ્યું છે.

English summary
This actress is super impressed by Sunny Leones attitude about life & took to Twitter to praise her & called her ‘no apologies attitude’ outstanding.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.