ફિલ્મના સેટથી લગ્ન સુધી પહોંચ્યા આ બોલિવૂડ કપલ, જાણો રોમેન્ટિક લવ સ્ટોરી
બોલિવૂડ સ્ટારની લાઈફ ચર્ચાથી ભરેલી હોય છે. મોટાભાગના બોવિવૂડ સ્ટાર કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. ફિલ્મોની દુનિયામાં રહેતા લોકો ક્યારેક રિયલ લાઈફમાં પણ ફિલ્મી લાઈફ જીવતા હોય છે.
બોલિવૂડ સ્ટારની લાઈફ ચર્ચાથી ભરેલી હોય છે. મોટાભાગના બોવિવૂડ સ્ટાર કોઈને કોઈ કારણે સતત ચર્ચામાં રહે છે. ફિલ્મોની દુનિયામાં રહેતા લોકો ક્યારેક રિયલ લાઈફમાં પણ ફિલ્મી લાઈફ જીવતા હોય છે. બોલિવૂડના ઘણા એવા સ્ટાર છે જે ફિલ્મોના સેટ પર પાત્રો ભજવતા ભજવતા એકબીજાના પ્રેમમાં પડી ગયા હોય. આજે આપણે બોલિવૂડના આવા જ સ્ટારની વાત કરવાના છીએ. બોલિવૂડના આ કપલ ફિલ્મોના સેટ પરથી લગ્ન મંડપ સુધી પહોંચ્યા છે.

રણબીર કપૂર - આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષે જ લગ્ન કર્યા છે. બન્ને બહ્માસ્ત્રના શુટીંગ દરમિયાન નજીક આવ્યા અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

કરીના કપૂર - સૈફ અલી ખાન
કરીના અને સૈફ અલી ખાનની લવ સ્ટોરી પણ ફિલ્મના સેટ પરથી જ શરૂ થઈ હતી. બન્ને ફિલ્મ ટશનના સેટ પરથી પ્રેમમાં પડ્યા હતા. જે બાદ બન્ને 2012માં બન્નેએ લગ્ન કર્યા હતા.

અભિષેક બચ્ચન - ઐશ્વર્યા રાય
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ ફિલ્મના સેટ પર જ એકબીજા નજીક આવ્યા હતા. બન્ને ગુરૂમાં સાથે જોવા મળ્યા હતા. બન્નેએ 2007માં લગ્ન કર્યા હતા અને 15 વર્ષથી એકબીજાના છે.

વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
આ લિસ્ટમાં ક્રિકેટર વિટાર કોહલી અને અનુષ્કા શર્મા પણ સામેલ છે. વિરાટ અને અનુષ્કાની મુલાકાક એક એડના શુટીંગ દરમિયાન થઈ હતી અને આગળ જતા સૌથી ચર્ચિત લવ સ્ટોરીમાં ફેરવાઈ. બન્નેએ 2017માં લગ્ન કર્યા અને હવે એક પુત્રીના માતા-પિતા છે.

રણવીર સિંહ - દીપિકા પાદુકોણ
રણવીર અને અને દીપિકાની લવ સ્ટોરી બોલિવૂડની કેટલીક ચર્ચીત લવ સ્ટોરીમાં સામેલ છે. બન્ને રામલીલામાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મથી જ બન્ને નજીક આવ્યા અને 2018માં લગ્ન કરી લીધા.

કૃતિ સેનન - પ્રભાસ
હાલમાં જ બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન અને બાહુબલી ફેમ પ્રભાસની લવ સ્ટોરી બોલિવૂડમાં ચર્ચાઈ રહી છે. મળતી વિગતો અનુસાર, બન્ને આવનારી ફિલ્મ આદિપુરૂષમાં સાથે જોવા મળવાના છે. જો કે બન્નેએ ક્યારેય રિલેશનશીપને લઈને કોઈ નિવેદન આપ્યુ નથી.












Click it and Unblock the Notifications
