આ બોલિવૂડ સ્ટાર પહેલી પત્નીને છુટાછેડા આપ્યા વગર કરી ચુ્ક્યા છે બીજા લગ્ન!

બોલિવૂડની દુનિયા ઝડપી દુનિયા છે. ક્યારે ક્યા સ્ટારનું નામ કોની સાથે જોડાય તેનું કંઈ નક્કી નથી હોતું. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જે તેના અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે.

બોલિવૂડની દુનિયા ઝડપી દુનિયા છે. ક્યારે ક્યા સ્ટારનું નામ કોની સાથે જોડાય તેનું કંઈ નક્કી નથી હોતું. બોલિવૂડના ઘણા સ્ટાર એવા છે જે તેના અફેરને લઈને સતત ચર્ચામાં રહે છે. આજે અમે તમને એવા બોલિવૂડ સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પત્નીને ડિવોર્સ આપવા સુધી પણ રાહ જોઈ નહોતી.

સલીમ ખાન

સલીમ ખાન

આ યાદીમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનનું નામ પણ સામેલ છે. સલીમ ખાને પહેલા લગ્ન સલમા સાથે કર્યા અને બીજા લગ્ન બોલિવૂડની ડાન્સિંગ ક્વીન હેલન સાથે કર્યા. પરંતુ તેણે આજ સુધી તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા નથી.

ઉદિત નારાયણ

ઉદિત નારાયણ

બોલિવૂડના જાણીતા સિંગર ઉદિત નારાયણે પણ પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વિના બે લગ્ન કર્યા હતા. તેમણે પહેલા લગ્ન રંજના ઝા સાથે અને બીજા લગ્ન દીપા ગહતરાજ સાથે કર્યા. ઉદિતને તેની પહેલી પત્નીના કારણે ઘણું સહન કરવું પડ્યું હતું, ઉદિત અગાઉ રંજના ઝાને તેની પત્ની તરીકે સ્વીકારતા ન હતા. પરંતુ પછીથી બધું ઠીક થઈ ગયુ.

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટ

મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા છે. તેના પ્રથમ લગ્ન લોરેન બ્રાઈટ સાથે થયા હતા. પરવીન બાબી સાથેના એક્સ્ટ્રા મેરીટલ અફેરને કારણે મહેશ અને લોરેન બ્રાઈટ ટૂંક સમયમાં છૂટાછેડા લીધા વિના એકબીજાથી અલગ થઈ ગયા અને તે પછી મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા.

સંજય ખાન

સંજય ખાન

સંજય ખાને બે લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્ન ઝરીન ખાન સાથે થયા હતા. પરંતુ લગ્ન પછી તેનું દિલ ઝીનત અમાન પર આવ્યુ અને તેમણે બોલિવૂડ અભિનેત્રી ઝીનત અમાન સાથે છૂટાછેડા લીધા વગર લગ્ન કર્યા. પરંતુ ઝીનત સાથેના તેમના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તેમના છૂટાછેડા થઈ ગયા.

રાજ બબ્બર

રાજ બબ્બર

રાજ બબ્બરે બે લગ્ન કર્યા હતા. પહેલા તેમણે નાદિરા ઝહીર સાથે લગ્ન કર્યા, ત્યારબાદ તેમનું દિલ સ્મિતા પાટિલ પર આવ્યુ. આ પછી તેમણે સ્મિતા પાટિલ સાથે લગ્ન પણ કર્યા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. પ્રતિકના જન્મના થોડા સમય પછી સ્મિતા પાટીલનું અવસાન થયું અને રાજ બબ્બર ફરીથી તેની પ્રથમ પત્ની સાથે રહેવા લાગ્યા.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રની લવ સ્ટોરી ઘણી ચર્ચામાં રહી છે. તેમણે પોતાના જીવનમાં બે લગ્ન પણ કર્યા છે. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર હતું. આ લગ્નથી તેને કુલ ચાર બાળકો છે. સની દેઓલ અને બોબી દેઓલ ધર્મેન્દ્રની પહેલી પત્નીના સંતાનો છે. આ પછી ધર્મેન્દ્રએ બોલીવુડ અભિનેત્રી હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ તેણે તેની પહેલી પત્નીને પણ છૂટાછેડા આપ્યા ન હતા. હેમા માલિની સાથે લગ્ન કરવા માટે બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્રએ છૂટાછેડા વિના બીજો રસ્તો શોધી લીધો હતો. કારણ કે તેની પહેલી પત્નીએ છૂટાછેડા લેવાની ના પાડી હતી. જેના કારણે ધર્મેન્દ્રએ મુસ્લિમ ધર્મ સ્વીકારીને ફરીથી લગ્ન કરી લીધા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X