પોતાની પહેલી ફિલ્મમાં કંઇક આવા લાગતા હતા SuperStars!!

Written By:
Subscribe to Oneindia News

આજે તમે બોલિવૂડ સ્ટાર્સને જુઓ તો અભિભૂત થઇ જાઓ છો, પરંતુ અહીં અમે તમને કેટલાક સુપરસ્ટાર્સ ની એવી તસવીરો બતાવીશું, જે જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આ તેમની ડેબ્યૂ ફિલ્મની તસવીર છે. બોલિવૂડના દબંગ ખાનથી માંડીને સુંદર દીપિકા અને પ્રિયંકા સુધીના સ્ટાર્સની પ્રથમ ફિલ્મની તસવીરો જુઓ અહીં..

જે સ્ટાર્સના લૂકને યંગસ્ટર્સ ફોલો કરે છે, તેઓ પોતાની પહેલી ફિલ્મમાં કેવા લાગતા હતા, એ તમે અહીં જોઇ શકો છો..

સલમાન ખાન

સલમાન ખાન

આજે જેના નામે બિઇંગ હ્યુમન નામની બ્રાન્ડ ધૂમ મચાવે છે, ડાન્સ સ્ટાઇયલથી માંડીને ચશ્મા લગાવવાની સ્ટાયલમાં યંગસ્ટર્સ જેને ફોલો કરે છે, એ સલમાન પોતાની પહેલી ફિલ્મમાં કંઇક આવા લાગતા હતા.

 • ડેબ્યૂ ફિલ્મ - બીવી હો તો એસી
 • રિલીઝ - 25 ઓગસ્ટ, 1988
 • અન્ય સ્ટાર્સ - રેખા, ફારુખ શેખ
પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બોલિવૂડ અને હોલિવૂડ, બંન્ને જગ્યાએ પોતાની સુંદરતા અને ટેલેન્ટના જોરે ધૂમ મચાવનાર પ્રિયંકા ચોપરની પ્રથમ ફિલ્મની આ તસવીર છે. વિશ્વભરમાં પોતાના સ્ટાયલ સ્ટેટમેન્ટ વખણાતી પ્રિયંકાની આ તસવીર જોઇને ખાઇ ગયાને ચક્કર!

 • ડેબ્યૂ ફિલ્મ - Thamizhan
 • રિલીઝ - 12 એપ્રિલ, 2002
 • અન્ય સ્ટાર્સ - વિજય, નસર, રેવતી
દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ તેની સુંદરતા માટે વખણાય છે. આ તેની પ્રથમ ફિલ્મનો સિન છે, જે એક કન્નડ ફિલ્મ હતી. આ તસવીર જોઇને સ્પષ્ટ થાય છે કે, ત્યારથી લઇને અત્યાર સુધીમાં દીપિકાની ડ્રેસિંગ સેન્સમાં ખાસ પરિવર્તન નથી આવ્યું.

 • ડેબ્યૂ ફિલ્મ - એશ્વર્યા
 • રિલીઝ - 15 સપ્ટેમ્બર, 2006
 • અન્ય સ્ટાર્સ - ઉપેન્દ્ર, ડેઝી બોપન્ના
કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિનાની જો કે આ પહેલી ફિલ્મ ખૂબ ચર્ચામાં રહી હતી અને તેનો આ ફિલ્મનો બોલ્ડ અવતાર કોન્ટ્રોવર્સિનું કારણ બન્યો હતો.

 • ડેબ્યૂ ફિલ્મ - બૂમ
 • રિલીઝ - 19 સપ્ટેમ્બર, 2003
 • અન્ય સ્ટાર્સ - અમિતાભ બચ્ચન, ગુલશન ગ્રોવર, જેકી શ્રોફ, ઝીનત અમાન
જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

બોલ્ડ એન્ડ બેયૂટિફુલ જેકલિનનો આ ટ્રેડિશનલ અવતાર કદાચ જ કોઇને યાદ હોય. પોતાની પહેલી જ ફિલ્મમાં જેકલિન આ ગેટઅપમાં જોવા મળી હતી.

 • ડેબ્યૂ ફિલ્મ - અલ્લાદ્દીન
 • રિલીઝ - 30 ઓક્ટોબર, 2009
 • અન્ય સ્ટાર્સ - રિતેશ દેશમુખ, અમિતાભ બચ્ચન, સંજય દત્ત
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બોલિવૂડના લિજેન્ડ અને એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મની આ તસવીર જોઇને તેમના ફેન્સને અત્યંત નવાઇ લાગશે.

 • ડેબ્યૂ ફિલ્મ - સાત હિંદુસ્તાની
 • ડાયરેક્ટર - ખ્વાજા અહમદ અબ્બાસ
 • અન્ય સ્ટાર્સ - ઉત્પલ દત્ત, અનવર અલી

અહીં વાંચો

અહીં વાંચો

#Boycott: સ્ટાર્સ કરી રહ્યાં છે સોશિયલ મીડિયા એપનો બહિષ્કાર!!

હાલના સમયની વાત કરીએ તો આખું બોલિવૂડ જાણે સોશિયલ મીડિયા પર જ વસે છે. બોલિવૂડની દુનિયાની ઘણી-ખરી જાણકારી સ્ટાર્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી મળી રહે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર એક એપ વિરુદ્ધ પોતાની ગુસ્સો કાઢી રહ્યાં છે. શું છે આખો મામલો, જાણો અહીં..

English summary
This is how Bollywood Superstars were looking in their debut films.
Please Wait while comments are loading...