ફરી HOT અંદાજમાં જોવા મળ્યા બિપાશા-કરણ, તસવીરો વાયરલ!

Written By:
Subscribe to Oneindia News

બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હાલ બોલિવૂડના હોટેસ્ટ કપલમાંના એક છે. ફિલ્મ 'અલોન'થી આ બંને નજીક આવ્યા હતા અને ત્યાર બાદ થોડા સમયના ડેટિંગ બાદ તેમણે લગ્ન કર્યા હતા. ફિલ્મમાં આ બંનેની કેમેસ્ટ્રી લાજવાબ હતી. પરંતુ એ પછી બંને ક્યારેય કોઇ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. જો કે, હાલ કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુની કેટલીક હોટ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે, જે બિપાશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

બિપાશા અને કરણ

બિપાશા અને કરણ

બિપાશા અને કરણની આ તસવીરો કોઇ ફિલ્મની નથી, પરંતુ એક એડ માટેની છે. ગત એપ્રિલમાં લગ્ન કર્યા બાદ બિપાશા તો એક પણ ફિલ્મમાં જોવા નથી મળી. પરંતુ આ બંનેની તસવીરો અવારનવાર જોવા મળે છે. તેઓ ઘણીવાર સાથે પ્રમોશન કરતાં પણ જોવા મળે છે. થોડા સમય પહેલાં જ બંને સાથે યોગા પ્રમોટ કરતા જોવા મળ્યાં હતા.

સાથે કરે છે પ્રમોશન

સાથે કરે છે પ્રમોશન

આ બંને આજની લાફસ્ટાયલ માટે જરૂરી અનેક ચીજોનું સાથે મળીને પ્રમોશન કરે છે. એવી જ એક એડના શૂટિંગની આ તસવીરો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ એડનો વીડિયો પણ બિપાશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

લગ્ન પછી પહેલીવાર સ્ક્રિન પર સાથે

લગ્ન પછી પહેલીવાર સ્ક્રિન પર સાથે

લગ્ન પછી આ બંને પહેલીવાર સ્ક્રિન પર આ પ્રકારના સિનમાં જોવા મળે છે. કદાચ એટલે જ બિપાશા અને કરણની આ તસવીરો અને વીડિયો હાલ ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. કરણ સિંહ ગ્રોવરે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર આનું પ્રમોશન કર્યું છે. જો કે, કેટલાક લોકો તેમને આ માટે ટ્રોલ પણ કરી રહ્યાં છે.

પાર્ટીઝ

પાર્ટીઝ

આ વર્ષે દિવાળીમાં લગભગ દરેક દિવાળી પાર્ટીમાં બિપાશા અને કરણ સાથે જોવા મળ્યા હતા. તેઓ હંમેશની માફક સ્ટાયલિશ અને અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. બિપાશાની સેન્સ ઓફ સ્ટાયલ હંમેશાથી ચર્ચામાં રહી છે, તો કરણ સિંહ ગ્રોવર પણ પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરતા ખચકાતો નથી. આ કારણે બિપાશા અને કરણનું સોશિયલ મીડિયા પર ધીરે-ધીરે આગવું ફેન ફોલોઇંગ ઊભું થયું છે.

English summary
Some hot photos of Bipasha Basu and Karan Singh Grover are going viral on internet. Check those photos here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.