આ સિંગર સાથે લગ્ન કરવા જઈ રહી છે ઉર્ફી જાવેદ, પ્રી વેડિંગ ફોટોશૂટ કરાવ્યું!

ટીવીના સૌથી લોકપ્રિય શો 'બિગ બોસ ઓટીટી' પછી ઉર્ફી જાવેદને ઘણી લોકપ્રિયતા મળી. આ શોથી જ અભિનેત્રીને એક નવી ઓળખ મળી. ઉર્ફી તેના બોલ્ડ અવતાર અને તેના બોલ્ડ શબ્દોના કારણે લાઈમલાઈટમાં રહે છે.

નવી દિલ્હી, 29 જાન્યુઆરી : ટીવીના સૌથી લોકપ્રિય શો 'બિગ બોસ ઓટીટી' પછી ઉર્ફી જાવેદને ઘણી લોકપ્રિયતા મળી. આ શોથી જ અભિનેત્રીને એક નવી ઓળખ મળી. ઉર્ફી તેના બોલ્ડ અવતાર અને તેના બોલ્ડ શબ્દોના કારણે લાઈમલાઈટમાં રહે છે. ઉર્ફી હંમેશા તેની ડ્રેસિંગ સ્ટાઇલથી સોશિયલ મીડિયા અને લોકોનું ધ્યાન ખેંચે છે. આ સ્થિતિમાં હવે ઉર્ફીના પ્રી વેડિંગ શૂટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું અભિનેત્રી લગ્ન કરવા જઈ રહી છે.

ઉર્ફી જાવેદે શેર કર્યું 'પ્રી વેડિંગ શૂટ'

ઉર્ફી જાવેદે શેર કર્યું 'પ્રી વેડિંગ શૂટ'

ઉર્ફી જાવેદના લગ્નના સમાચારે તેના લાખો ચાહકોના દિલ તોડી નાખ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાના મામલે ઉર્ફી જાવેદે મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દીધી છે.

ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું 'પ્રી વેડિંગ શૂટ'

ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું 'પ્રી વેડિંગ શૂટ'

અભિનેત્રીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતાં ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું છે કે 'પ્રી વેડિંગ શૂટ'.

શું છે ઉર્ફી જાવેદના આ ફોટોનું સત્ય?

આ શૂટમાં ઉર્ફી જાવેદ એક સિંગર સાથે જોવા મળી રહી છે. જો કે, ઉર્ફીના ચાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ઉર્ફી લગ્ન કરવા જઈ રહી નથી. વાસ્તવમાં આ તસવીર તેના અપકમિંગ મ્યુઝિક વીડિયોની છે. આ ફોટામાં ઉર્ફી સાથે દેખાતી વ્યક્તિ પંજાબી સિંગર કુંવર છે. બંનેએ માઈનસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બરફની વચ્ચે ગીત શૂટ કર્યું છે.

ઉર્ફી કડકડાતી ઠંડીમાં હાફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી

ઉર્ફી કડકડાતી ઠંડીમાં હાફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી

ઉર્ફી જાવેદ શિયાળાની ઠંડીમાં હાફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર 'તુ જાને ના' મ્યુઝિક વીડિયો શૂટીંગ શેર કર્યો અને લખ્યું, "અહીં શૂટિંગ કરતી વખતે તાપમાન -8 ડિગ્રી હતું, જોકે હું સિંગર નથી." આ વીડિયોમાં સિંગર કુંવર ઉર્ફી સાથે ચેકર્ડ શર્ટ પહેરીને પોઝ આપતો જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X