શાહરુખ, સલમાન નહીં, પરંતુ અભય દેઓલ ની જોડી છે કેટરિના કૈફ સાથે

Posted By:
Subscribe to Oneindia News

આનંદ એલ રાય ના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ઝીરો માં શાહરુખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ફિલ્મમાં સલમાન ખાન નો કેમિયો પણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ ખુબ જ ઓછા લોકોને ખબર છે કે ફિલ્મમાં એક બીજો પણ સ્ટાર છે જેનો અગત્યનો રોલ છે.

katrina kaif

ફિલ્મફેર રિપોર્ટ અનુસાર ઝીરો ફિલ્મમાં શાહરુખ ખાન, કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા કોઈ પણ પ્રકારના લવ ટ્રાએંગલ માં જોવા નહીં મળે. એટલું જ નહીં પરંતુ સલમાન ખાનનો કેમિયો પણ કોઈ લવ ટ્રાએંગલ નો હિસ્સો નહીં હોય. આ ફિલ્મમાં તમને કેટરિના કૈફ ની સાથે જોડીમાં અભય દેઓલ જોવા મળશે.

તમે બિલકુલ સાચું સાંભળું છે આ ફિલ્મમાં શાહરુખ ખાન કે પછી સલમાન ખાન ને બદલે કેટરિના કૈફ અભય દેઓલ સાથે જોડી બનાવતી જોવા મળશે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આટલા બધા સ્ટારને એક સાથે જોવા માટે ફેન્સ આતુર છે. ફિલ્મમાં કેટરિના કૈફ એક અભિનત્રી ની ભૂમિકા નિભાવી રહી છે. પરંતુ કેટરિના કૈફ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ આ ફિલ્મમાં અભિનેત્રીનો રોલ કરી રહ્યા છે પરંતુ તે કેટરિના કૈફ બન્યા નથી. તેમનો રોલ કંઈક અલગ અને હટકે છે.

હવે જો કેટરિના કૈફ અને અભય દેઓલ વિશે વાત કરવામાં આવે તો બંને પહેલા પણ એક સાથે સ્ક્રીન શેર કરી ચુક્યા છે. આ બંને સ્ટાર ઝીંદગી ના મિલેગી દોબારા માં સાથે જોવા મળ્યા હતા.

English summary
This star is playing katrina kaif love interest in shahrukh khan film zero.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.